Provident Fund Interest Rate 2023 : પીએફ ખાતા ધારકો માટે ખુશ ખબર! EPFOએ કર્યો વ્યાજ દરમાં વધારો
Provident Fund Interest Rate 2023 : સંગઠિત વિસ્તારમાં કામ કરવાવાળા કર્મચારી માટે ખુશખબર છે. સરકાર તરફથી EPF ખાતા પર આપનારા વ્યાજનો દર નક્કી કર્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઇએ સુત્રોને ટાંકીને એક અહેવાલ આપ્યો છે કે, નાણાકીય વર્ષ 2022-23 માટે EPF પર વ્યાજ દર 8.15 ટકા નક્કી કરવામાં આવ્યો છે. ગત વર્ષે EPF પર વ્યાજ દર 8.10 ટકા હતો.

ઉલ્લેખનીય છે કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સંબંધિત સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) દ્વારા યોજાયેલી બેઠક બાદ વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો છે.

2020-21માં EPF પર વ્યાજ 8.5 ટકા હતું
નાણાકીય વર્ષ 2021-22માં, EPFO એ EPF પર વ્યાજ ઘટાડીને 8.1 ટકા કર્યું હતું, જે ચાર દાયકામાં સૌથી નીચું સ્તર હતું. આના એક વર્ષ પહેલા એટલે કે 2020-21માં EPF પર વ્યાજ 8.5 ટકા હતું. આ રીતે 1977-78 માટે 8 ટકાના EPF વ્યાજ દર પછી 2021-22 એ બીજું સૌથી ઓછું વ્યાજ દર વર્ષ હતું.

ખાતામાં વ્યાજ ક્યારે આવશે
નાણાકીય વર્ષ 2022-23 માટે EPFમાં થાપણો પર આપવામાં આવનાર વ્યાજ દર અંગેનો નિર્ણય EPFO સંબંધિત સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા CBT દ્વારા નાણા મંત્રાલયને મોકલવામાં આવશે.
નાણાકીય વર્ષ 2022-23 માટે મંત્રાલય તરફથી તેને મંજૂરી મળતા જ વ્યાજ દેશભરના પાંચ કરોડ EPF સબસ્ક્રાઇબર્સના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સરકારની મંજૂરી મળ્યા બાદ જ EPFO પોતાના સબસ્ક્રાઈબર્સના ખાતામાં વ્યાજ જમા કરે છે.

છેલ્લા દાયકામાં EPF પર વ્યાજ
- નાણાકીય વર્ષ 2019-20 માટે વ્યાજ દર - 8.50 ટકા
- નાણાકીય વર્ષ 2018-19 માટે વ્યાજ દર - 8.65 ટકા
- નાણાકીય વર્ષ 2017-18 માટે વ્યાજ દર - 8.55 ટકા
- નાણાકીય વર્ષ 2016-17 માટે વ્યાજ દર - 8.65 ટકા
- નાણાકીય વર્ષ 2015-16 માટે વ્યાજ દર - 8.80 ટકા
- નાણાકીય વર્ષ 2014-15 માટે વ્યાજ દર - 8.75 ટકા
- નાણાકીય વર્ષ 2013-14 માટે વ્યાજ દર - 8.75 ટકા
- નાણાકીય વર્ષ 2012-13 માટે વ્યાજ દર - 8.50 ટકા
- નાણાકીય વર્ષ 2011-12 માટે વ્યાજ દર - 8.25 ટકા












Click it and Unblock the Notifications
