For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલભાડામાં વધારાના અણસાર નહી, ટિકીટ પર બાર કોડ લાગશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

train
નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી: નાણાંકીય વર્ષ 2012-13ના રેલ બજેટ માટે હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે અને બધા લોકો જાણવા માટે ઉત્સુક છે કે આ વખતે બજેટમાં તેમના પર રેલવે મુસાફરીમાં બોજો સહન કરવો પડશે. પ્રાપ્ત માહિતી અનુસાર આ વખતે રેલ બજેટમાં રેલ ભાડામાં સીધો વધારો થવાના અણસાર જોવા મળતા નથી. તેને મુસાફરીની વિવિધ વસ્તુઓ સાથે જોડીને વધારવામાં આવી શકે છે.

જો કે આ પણ સામાન્ય વધારો હશે. અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે મંત્રી પવન બંસલે લગભગ બે મહિના પહેલાં જ રેલવેની નબળી નાણાંકીય સ્થિતીનો હવાલો આપી રેલ ભાડામાં 20 થી 25 ટકાનો વધારો કર્યો હતો.

મળતી માહિતી મુજબ રેલ ટિકીટના દલાલો પર અંકુશ માટે આધાર કાર્ડ સાથે જોડવાની તૈયારી કરવામાં આવી રહી છે. તો રેલવે ટિકીટ પર બારકોડ કોડીંગની પણ તૈયારી કરવામાં આવી રહી છે. જેથી ટિકીટની દલાલી ઓછી થઇ શકે અને તેનો દુરૌપયોગ ન થાય. આ ઉપરાંત 800 રેલવે સ્ટેશન પર પે એન્ડ યૂઝ ટોયલેટ બનાવવાની તૈયારી છે. લગભગ પાંચ રૂપિયામાં તેનો લાભ યાત્રીઓ લઇ શકશે.

આ ઉપરાંત રેલ બજેટમાં સફાઇ અને મહિલાઓની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવશે. ફ્યૂઝ એડજસ્ટમેન્ટ ચાર્જ સાથે સાથે બીજા સરચાર્જ લગાવવામાં આવી શકે છે. આ વખતે રેલ બજેટમાં સંભાવના છે કે કેટલીક નવી ટ્રેનો પણ દોડાવવાની જાહેરાત કરવામાં આવશે. તો રેલવેના સર્વરને સેટેલાઇટ સાથે જોડવામાં આવી શકે છે. જેથી રેલ યાત્રીઓને ટિકીટ બુક કરાવવામાં સરળતા રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે પવન કુમાર બંસલ મંગળવારે સંસદમાં રેલ બજેટ રજૂ કરશે.

English summary
The government is likely to announce a slew of passenger-friendly measures in the Rail Budget 2013 when it will be unveiled on Tuesday in Parliament.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X