For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક રૂપિયાની રાહત આપી ત્રણ રૂપિયા વસૂલે છે રેલવે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

train
નવી દિલ્હી, 29 જાન્યુઆરી: છુટા ન હોવાના કારણે દુકાનદાર એક રૂપિયાની ચોકલેટ અથવા તો અન્ય વસ્તુ પકડાવે છે, પરંતુ રેલવે કશું પણ આપ્યા વિના તમારું ખિસ્સુ કાપી રહી છે. પરિસ્થિતી એવી છે કે જો સાત રૂપિયાની ટિકીટ હોય અને તમે 10 રૂપિયા આપ્યાં છે તો હવે તમે એ ત્રણ રૂપિયાને ભૂલી જજો. આશ્વર્ય પામશો નહી ગત એક અઠવાડિયામાં રેલવે મુસાફરો પાસેથી કરોડોની કમાણી રહ્યું છે.

રેલ ભાડામાં વધારો કરતાં સમયે રેલવેમંત્રી પવન બંસલે જે આંકડા રજૂ કર્યા છે તે ખૂંચનારા નથી પરંતુ પડદા પાછળ થઇ રહેલી રાહતના નામે સાત-આઠ રૂપિયાના બદલે 10 રૂપિયા ભાડુ વસુલવાની જે વ્યવસ્થા બનાવવામાં આવી છે, જેની ભારે અસર મુસાફરોના ખિસ્સા પર વર્તાઇ રહી છે. જો કે જો તમારી મુસાફરીનું ટિકીટ ભાડુ છ રૂપિયા છે તો તમે પાંચ રૂપિયાથી પણ કામ ચલાવી શકો છો. કારણ કે રેલવે વહિવટી તંત્રએ એક રૂપિયાની રાહત આપવાની પણ વ્યવસ્થા કરી છે. પરંતુ એક રૂપિયાની રાહત સામે ત્રણ રૂપિયાની વસુલી ભારે પડી રહી છે.

રિઝર્વેશન ટિકટમાં ભલે રાહત આપવામાં આવી હોય પરંતુ દરરોજ અપડાઉન કરનાર મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમનો માસિક ખર્ચ 180-200 રૂપિયા વધી ગયો છે. રેલવેની નિતિઓથી લોકો આર્થિક રીતે નુકસાન વેઠવું પડે છે. દૈનિક મુસાફર સંધના વડા નિતિન નરૂલાએ કહ્યું હતું કે મુસાફરી ભાડામાં વધારો કરવામાં આવ્યો છે અને હવે રાહતના નામે વધારે પૈસા વસુલવામાં આવે છે. અમે રેલવે મંત્રીને મળીને ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યાં છીએ. રેલતંત્ર સુવિધાઓ વધારી રહ્યું નથી પણ મુસાફરો પાસે પૈસા વસુલવાની નવા આઇડિયા જરૂર શોધે છે.

English summary
If you travel by train, get ready to lose your pocket as the increased railway fares have come into effect.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X