RBIએ રેપો રેટ અને સીઆરઆર યથાવત રાખ્યા

સીઆરઆર પહેલાની જેમ જ ચાર ટકા અને રેપો રેટ 7.75 ટકા રાખવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે રિઝર્વ બેંક આ વખતે ચાલુ ખાતાની ખાધ અને ડોલરની સરખામણીએ રૂપિયાના ઘટતા જતા મૂલ્યાને સુધારવા માટે પગલાં લઇ શકે છે. ઉલ્લેખનીય છે કે આવી સ્થિતિમાં ધિરાણ નીતિમાં ફેરફાર થવાની આશા ઘણી ઓછી છે. પોતાની ઇએમઆઇમાં ઘટાડો થવાની આશા રાખીને બેઠેલા લોકોએ ફરી એક વાર નિરાશ થવું પડ્યું છે.
આરબીઆઇએ વર્ષ 2013-14ના જીડીપીમાં વૃદ્ધિનું અનુમાન ઘટાડીને 5.5 ટકા કર્યું છે. જે આ પહેલા 5.7 ટકા હતું. રિઝર્વ બેંકે જણાવ્યું છે કે તેની નીતિગત પહેલનું લક્ષ્ય બાહ્ય ક્ષેત્રથી બૃહદ આર્થિક સ્થિરતા માટે ઉભા થનારા જોખમોની વ્યવસ્થા કરવાનું છે.
આ સાથે આરબીઆઇ નાણા પ્રવાહ સંબંધી ઉપાયોને પણ ધીરે ધારી પાછા ખેંચશે. રૂપિયામાં સ્થિરતા આવતા હાલમાં નાણા પ્રવાહ પર નિયંત્રણ વધારે કડક કરવાને બદલે હળવા કરવામાં આવશે. આરબીઆઇ ચાલુ ખાતાની ખાધ ઓછી કરવા માટે પાયાગત પગલાં લેવાના પક્ષમાં છે. કારણ કે કાચા તેલના આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધી રહ્યા છે.












Click it and Unblock the Notifications
