RBIએ રેપોરેટ ઘટાડ્યો : હોમ, વ્હીકલ અને અન્ય લોન સસ્તી થશે
નવી દિલ્હી, 15 જાન્યુઆરી : અચ્છે દિન આ ગયે હૈ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપોરેટમાં 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. આમ થવાથી વર્તમાન રેપોરેટ વર્તમાન 8 ટકાથી ઘટીને 7.75 ટકા થયો છે. રેપોરેટ એ દર છે જેના પર બેંકો આરબીઆઇ પાસેથી પૈસા મેળવે છે.
મહત્વની બાબત એ છે કે રિઝર્વ બેંકે આ ફેરફાર તત્કાળ અસરથી અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. હવેનો નિર્ણય બેંકો પર આધાર રાખશે તે તેમણે વિવિધ લોન પરના વ્યાજદર ઘટાડવા કે નહીં? ઘટાડવા તો કેટલા ઘટાડવા.

જો કે સીઆરઆરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ જાહેરાત બાદ યુનાઇટેડ બેંકે વ્યાજદરમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવાનો નિર્ણય લઇ લીધો છે. SBI માર્ચ સુધીમાં 0.25 ટકા ઘટાડો કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત CRISISL એ 2015-16માં મોંઘવારી દર 5.8ટકા અને દરોમાં 0.50થી લઇને 0.75 ટકા સુધીના ઘટાડાની આશા વ્યક્ત કરી હતી.
બીજીતરફ વીડિયોકોને જણાવ્યું છે કે આરબીઆઇ આજે જ વ્યાજદરમાં કાપ મૂકશે એવી આશા ન હતી. પણ આ ઘટાડો અર્થતંત્ર માટે ચોક્કસ સકારાત્મક છે. રેપોરેટ ઘટવાને કારણે બેંકો પાસે હવે વધારે પૈસા રહેશે, જેને તે માર્કેટમાં આપી શકશે.












Click it and Unblock the Notifications
