For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખુશખબર: RBIએ વ્યાજદરમાં 0.25 ટકાનો કર્યો ઘટાડો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rbi
નવી દિલ્હી, 19 માર્ચ: ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) મંગળવારે ક્રેડિટ પોલિસીની સમીક્ષા રજૂ કરશે. વ્યાજદરોમાં સામાન્ય ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુસ્ત વિકાસ દરમાં જીવ પુરવા માટે આરબીઆઇ મુખ્ય પ્રમુખ દરોમાં 0.25 ટકાનો કાપ મૂકી શકે છે. આર્થિક વૃદ્ધિ વધારવા માટે રિઝર્વ બેંક પર વ્યાજદરોમાં કાપ મુકવાનું દબાણ વધ્યું છે. આરબીઆઇ મંગળવારે ક્રેડિટ પોલિસીની ત્રિમાસિક સમીક્ષાની જાહેરાત કરશે.

અર્થશાસ્ત્રીઓના અનુસાર આરબીઆઇ આગામી નિતિગત સમીક્ષામં રેપો દરમાં 0.25 ટકાનો કાપ મુકી શકે છે. પરંતુ મોંઘવારીના ખતરા અને વધતા જતા નુકસાનના કારણે ઘટાડાનો દર મર્યાદિત રહેશે. આ વર્ષે 29 જાન્યુઆરી પહેલાંની મુખ્ય નિતિગત દરોમાં 0.25 ટકાનો કાપ મુક્યો હતો. વ્યાવસાયિક બેંકો દ્રારા લેવામાં આવનારી ટૂંકાગાળાની ઉધારી પર વ્યાજ દર, એટલે કે રેપો દરમાં 0.25 કાપ મુકી 7.75 ટકા કરી દિધો અહતો અને આરબીઆઇ દ્રારા બેંકો પાસેથી લેવામાં આવેલ ટૂંકાગાળાની લોન પર વ્યાજ દર એટલે કે રિવર્સ રેપો દરમાં પણ 25 અંકોનો કાપ કરી તેને 6.75 ટકા કરી દિધો છે.

શું તમારી ઇએમઆઇ ઓછી થશે ? આ પ્રશ્નનો જવાબ તમને આજે મળી જશે. આરબીઆઇ આજે વ્યાજદરોમાં કાપની જાહેરાત કરી શકે છે. જાણકારોને આશા છે કે આરબીઆઇ ઓછામાં ઓછો 0.25 ટકાના ઘટાડાની જાહેરાત કરી શકે છે. તેનો સીધો અર્થ એ થાય છે કે બેંકોને ઓછા દરે રિઝર્વ બેંક પાસેથી પૈસા મળી શકશે, ત્યારબાદ બેંકો પર પોતાના વ્યાજદરોમાં ઘટાડો કરવાનું દબાણ બનશે. જો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેને તો અડધા ટકાના કાપની માંગણી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં 29 જાન્યુઆરી પહેલાંની મુખ્ય નિતિગત દરોમાં 0.25 ટકાનો કાપ મુક્યો હતો. વ્યાવસાયિક બેંકો દ્રારા લેવામાં આવનારી ટૂંકાગાળાની ઉધારી પર વ્યાજ દર, એટલે કે રેપો દરમાં 0.25 કાપ મુકી 7.75 ટકા કરી દિધો અહતો અને આરબીઆઇ દ્રારા બેંકો પાસેથી લેવામાં આવેલ ટૂંકાગાળાની લોન પર વ્યાજ દર એટલે કે રિવર્સ રેપો દરમાં પણ 25 અંકોનો કાપ કરી તેને 6.75 ટકા કરી દિધો છે. જ્યારે સીઆરઆર ચાર ટકા થઇ ગયો હતો.

આરબીઆઇના પૂર્વ ગવર્નર અને વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન રંગરાજને કહ્યું હતું કે આરબીઆઇને હવે વિકાસ દર પર ફોકસ કરવાની જરૂર છે. વર્ષ 2013-14 માટે વિકાસ દરના અનુમાનને 6.5 ટકાથી ઘટાડીને 6 ટકા કરી દેવામાં આવી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વિકાસને ગતિ આપવા માટે આરબીઆઇ પણ જરૂરી પગલાં ભરશે.

English summary
The Reserve Bank of India is expected to cut key policy rates by 0.25 percent Tuesday to spur growth in the faltering economy while taking cue from declining core inflation levels.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X