For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBI ગવર્નર રઘુરામ રાજનને ડચીસ બેંક પ્રાઇસ

|
Google Oneindia Gujarati News

ફ્રેંકફર્ટ, 27 સપ્ટેમ્બર : ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજનને ફાઇનાન્શિયલ ઇકોનોમિક્સ 2013 માટે પાંચમો ડચીસ બેંક પ્રાઇસ મળ્યું છે. આ પુરસ્કાર તેમને વિશ્વભરની ફાઇનાન્શિયલ અને મેક્રો ઇકોનોમિક પોલીસી પર અસર કરનારા તેમના સંશોધન કાર્ય બદલ આપવામાં આવ્યું છે.

ડચીસ બેંક ડોનેશન ફેંડ દ્વારા આપવામાં આવતા આ પ્રાઇસમાં 50,000 યુરોનો સમાવેશ થાય છે. આ પુરસ્કાર સેન્ટર ફોર ફાઇનાન્શિયલ સ્ટડીઝ (સીએફએસ) દ્વારા ગોથ યુનિવર્સિટી ફ્રેન્કફર્ટ સાથે મળીને દર બે વર્ષે એનાયત કરવામાં આવે છે.

raghuram-rajan-rbi-logo

રઘુરામ રાજનને આ પુરસ્કાર ડચીસ બેંકના કો ચેરમેન જુર્જન ફિશનના હસ્તે એનાયત થયો હતો. ગુરુવાર 26 સપ્ટેમ્બરે આ પુરસ્કાર એનાયત કરતા તેમણે જણાવ્યું કે આ શ્રેણી માટે અમને રાજનથી વધારે શ્રેષ્ઠ દાવેદાર મળ્યો ન હતો.

નોધપાત્ર છે કે 37 દેશની વિવિધ સંસ્થાઓના 260થી વધારે નોમીનીમાંથી રાજનની પસંદગી કરવામાં આવી હતી. તેમાં અડધાથી વધારે નોમીની અમેરિકાના હતા.

English summary
RBI governor Raghuram Rajan receives Deutsche Bank Prize
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X