For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિઝર્વ બેન્કનું ઐતિહાસિક પગલું, રાતોરાત વધારી દીધા વ્યાજદરો!

|
Google Oneindia Gujarati News

rbi
નવી દિલ્હી, 16 જુલાઇ : રૂપિયાને સંભાળવા માટે સરકારે રાતોરાત મોટું અને ઐતિહાસિક પગલું ભરી લીધું. આરબીઆઇએ કોમર્સિયલ બેન્કો માટે રાતોરાત લોન મોંઘી કરી નાખી છે. હવે આરબીઆઇની એમએસએફ એટલે કે માર્જિન સ્ટેન્ડિંગ ફેસિલીટીનો રેટ તાત્કાલિક ધોરણે 2 ટકા વધારીને 10.25 ટકા કરી દીધી છે. એમએસએફ અંતર્ગત બેન્કો એ સમયે આરબીઆઇ પાસે ઉંચા વ્યાજદરે લોન લઇ શકે છે જ્યારે બજારમાં રોકડની ઘટ હોય.

જોકે રેપો રેટની સાથે આરબીઆઇએ કોઇ છેડછાડ કરી નથી. આ ઉપરાંત સરકાર બજાર પાસેથી રોકડ લેવા માટે 12,000 કરોડ રૂપિયાના સિક્યોરિટીઝ વેચશે. સિક્યોરિટીઝનું આ વેચાણ 18 જુલાઇના રોજ થશે. રૂપિયા પર આ નિર્ણય મોડી રાત્રે નાણાંમંત્રી પી ચિદમ્બરમની પ્રધાનમંત્રી અને રિઝર્વ બેન્કના ગવર્નર ડી સુબ્બારાવની સાથે બેઠક બાદ કરવામાં આવ્યો.

આ ઉપરાંત સરકારે જણાવ્યું કે જરૂરિયાત પ્રમાણે વધુ પગલા ભરવામાં આવી શકે છે. ધ્યાન રહે કે એપ્રિલમાં રૂપિયો 53.80ના સ્તર પર હતો પરંતુ ત્યારબાદ સતત રૂપિયો નીચો આવતો જઇ રહ્યો છે.

યૂકો બેન્કના સીએમડી અરૂણ કૌલનું કહેવું છે કેરૂપિયાની નબળાની રોકવા માટે આરબીઆઇએ પગલા ભર્યા છે. આરબીઆઇના પગલાથી રૂપિયામાં મજબૂતી આવવાની આશા છે. રૂપિયામાં સ્થિરતા આવી ગયા બાદ અમુક પગલા પરલ લેવામાં આવશે.

એચડીએફસીના વાઇસ ચેરમેન કેકી મિસ્ત્રીનું કહેવું છે કે આરબીઆઇના પગલાના કારણે ઓછી સમયાવધીમાં વ્યાજદરોમાં વધારો થવાનું અનુમાન છે. રૂપિયામાં સ્થિરતા પાછી આવવા પર આરબીઆઇએ ઉઠાવેલા પગલામાંથી કેટલાક પગલા પાછા ખેંચવાની આશા છે. આરબીઆઇના પગલા માત્ર ઓછી અવધિ માટે હોવાનો અનુમાન છે. હવે 30 જુલાઇના રોજ પોલીસીમાં દરોમાં કોઇ બદલાવ થવાની આશા નથી.

પ્રામેરિકા મ્યુચ્યુઅલ ફંડના ફિક્સ્ડ ઇનકમ હેડ મહેન્દ્ર જાજુનું કહેવું છે કે આરબીઆઇના પગલાથી 10 વર્ષની બોન્ડ યીલ્ડમાં 0.1-0.5 ટકાનો વધારો થવાની સંભાવના છે. શોર્ટ ટર્મ યીલ્ડમાં 0.2-0.25 ટકાનો વધારો થવાના અનુમાન છે. આરબીઆઇના પગલાથી આવનાર 3-6 મહીનામાં રૂપિયા સ્થિર થવાના અનુમાન છે. બોન્ડ માર્કેટમાં રોકાણ પહેલા રૂપિયામાં સ્થિરતા પાછી આવવાની રાહ જુઓ.

English summary
RBI has effectively raised interest rates without touching the policy rates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X