For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBIએ KYC મુદ્દે ICICI બેંક અને બેંક ઓફ બરોડા પર પેનલ્ટી લગાવી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 ડિસેમ્બર : રિઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાએ કેવાયસી (Know Your Customer - નો યોર કસ્‍ટમર)નાં ધોરણોના ઉલ્લંઘન બદલ ખાનગી ક્ષેત્રની એક ટોચની બેન્‍ક અને એક નેશનલાઇઝડ બેન્‍કને ભારે દંડ ફટકાર્યો છે.

રિઝર્વ બેન્‍કે ખાનગી ક્ષેત્રની આઇસીઆઇસીઆઇ બેન્‍કને 50 લાખ રૂપિયાનો અને રાષ્ટ્રીયકૃત બેન્‍ક ઓફ બરોડાને 25 લાખ રૂપિયાની પેનલ્‍ટી ભરવાનો આદેશ આપ્યો છે. આ બેન્‍કોએ એક કૌભાંડકારીને એક અગ્રણી સ્‍ટેચ્‍યુટરી બોડીના નામે બોગસ બેન્‍ક એકાઉન્‍ટ ખોલવાની મંજુરી આપી હતી. આવા જ અન્ય કેસમાં રીઝર્વ બેન્‍કે એકિસસ બેન્‍ક, સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડીયા અને સ્‍ટેટ બેન્‍ક ઓફ પતિયાલાને ચેતવણી પણ આપી છે.

rbi

રિઝર્વ બેન્‍કે બહાર પાડેલા એક નિવેદન મુજબ એક સત્તાવાર અને પ્રતિષ્‍ઠિત સંસ્‍થા તરફથી એમના નામે આવો બોગસ બેન્‍ક એકાઉન્‍ટસ ખૂલ્‍યાં હોવાની ફરિયાદ મળી હતી. આ એકાઉન્ટ્સ ખોલવા માટે બેન્‍કના અધિકારીઓ સાથે સાઠગાંઠ થઇ હતી. રિઝર્વ બેન્‍કે આ કિસ્‍સાઓમાં કેવાયસી ધોરણો ઉપરાંત મની લોન્‍ડરીંગનાં ધોરણોના ભંગ બદલ કાર્યવાહી કરી છે.

રિઝર્વ બેન્‍કે આ મામલે ફરીયાદ મળતાં જ તપાસ શરૂ કરી હતી. જેમાં તેને બેન્‍કો તરફથી ગંભીર ક્ષતિઓ આદરી હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે રિઝર્વ બેન્‍કે આ તમામ બેન્‍કોને કારણ દર્શક નોટિસ પાઠવી હતી. આ નોટિસના જવાબમાં સંતોષકારક નહીં જણાતાં રિઝર્વ બેન્‍કે આમાંથી બે બેન્‍કોને નાણાકીય દંડ કર્યો છે. જયારે અન્‍ય ત્રણ બેન્‍કોના કિસ્‍સામાં એ સંજોગોને આધીન પોતે ભોગ બની હોવાનું જાણવામાં આવતાં તેમને માત્ર ચેતવણી આપવામાં આવી છે.

English summary
RBI Imposes Penalty on ICICI Bank, Bank of Baroda on KYC issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X