For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBIએ HDFC બેંકને મોકલી નોટિસ, ડિજિટલ કામકાજ પર લગાવી રોક

દેશના બેંકિંગ સેક્ટર સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશના બેંકિંગ સેક્ટર સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ HDFC બેંકનો નોટિસ જારી કરીને તેના ડિજિટલ કામકાજ પર રોક લગાવી દીધી છે. મળતી માહિતી મુજબ આરબીઆઈએ એચડીએફસી બેંકને આ નોટિસ છેલ્લા બે વર્ષોથી ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ અને પેમેન્ટ યુટિલિટી સર્વિસમાં આવી રહેલી મુશ્કેલીઓ માટે જારી કરી છે. તમને જણાવી દઈએ કે ગયા મહિને 21 નવેમ્બરે એચડીએપસી બેંકના પ્રાઈમરી ડેટા સેન્ટરમાં પાવર ફેલ હોવાથી ગ્રાહકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આરબીઆઈએ પોતાની નોટિસમાં 21 નવેમ્બરની ઘટના વિશે પણ સવાલ ઉઠાવ્યા છે.

hdfc

આરબીઆઈએ એચડીએફસી બેંકને આ નોટિસ ગયા બુધવારે એટલે કે 2 ડિસેમ્બર, 2020એ જારી કરી છે. આરબીઆઈએ પોતાની નોટિસમાં એચડીએફસી બેંકની ડિજિટલ બેંકિંગ સર્વિસમાં સતત આવી રહેલ મુશ્કેલીઓ વિશે સવાલ કર્યા છે. આરબીઆઈએ બેંકને સલાહ આપી છે કે તે અસ્થાયી રીતે પ્રોગ્રામ ડિજિટલ 2.0 હેઠળ નવી લૉંચિંગને પણ રોકી દે. આ ઉપરાંત આરબીઆઈએ બેંકને નવા ક્રેડિટ કાર્ડ જારી ન કરવા અને પ્રસ્તાવિત આઈટી એપ્લિકેશન પર પણ રોક લગાવવાની સલાહ આપી છે. આરબીઆઈએ બેંકને કડક નિર્દેશ આપ્યા છે કે તે ડિજિટલ કામકાજમાં આવી રહેલી મુશ્કેલીઓ વિશે જાણે અને જલ્દી તેને સુધારે.

આ અંગે બેંકે કહ્યુ છે કે તેમના તરફથી આઈટી સિસ્ટમને ઠીક કરવા માટે ઘણા ઉપાય કરવામાં આવ્યા છે. છેલ્લા બે વર્ષોમાં સ્થિતિમાં સુધારો થયો છે અને કામકાજ સારી રીતે ચાલી રહ્યુ છે. બેંક તરફથી રેગ્યુલેટરને આ સાથે જોડાયેલી બધા માહિતી સમયે-સમયે આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે આરબીઆઈ તરફથી બેંકની ડિજિટલ સુવિધાઓ પર રોક સ્થાયી નથી. છેલ્લા બે વર્ષોમાં આ ત્રીજી વાર છે જ્યારે એચડીએફસી બેંક પર આ રીતનો કોઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ કડીમાં બેંકે ગ્રાહકોને માહિતી આપીને કહ્યુ કે બેંકની ડિજિટલ સર્વિસને આરબીઆઈએ અસ્થાયી રીતે રોકવાના આદેશ આપ્યા છે.

વર્ષ 2020 માટે દેશના ટૉપ 10 પોલિસ સ્ટેશનોની યાદી જાહેર કરાઈવર્ષ 2020 માટે દેશના ટૉપ 10 પોલિસ સ્ટેશનોની યાદી જાહેર કરાઈ

English summary
RBI issues notice regarding problems in HDFC digital service, ban on functioning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X