RBIએ મોનિટરી પોલિસીની કરી જાહેરાત, તમારા લોનના હપ્તામાં ફેરફાર થશે કે નહીં?

monetary policy announcement: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આજે મોનેટરી પોલિસીની જાહેરાત કરી હતી. ફરી એકવાર RBIએ વ્યાજ દરો સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે. શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે કમિટીએ 4-2ની બહુમતીથી વ્યાજ દરો ફરી એકવાર સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે.

તમને જણાવી દઈએ કે, સતત 11મી વખત રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં ફરી એકવાર રિઝર્વ બેંકે પોતાનું વલણ તટસ્થ રાખ્યું છે.

monetarypolicyannouncement

તમારા હપ્તામાં કોઈ ફેરફાર નહીં

દેશના જીડીપી ગ્રોથની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં તે અપેક્ષા કરતા ઓછો રહ્યો છે. જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે ઘટીને 5.4 ટકા થઈ ગયો છે. રેપો રેટમાં કોઈ ફેરફારનો અર્થ એ છે કે જો તમે લોન લીધી હોય, પછી તે ઘર માટે હોય કે કાર માટે, તેના હપ્તામાં કોઈ ફેરફાર નહીં થાય.

ફુગાવો કાબુ કરવા પર ધ્યાન

ત્રણ દિવસની MPC મીટિંગ પછી નાણાકીય નીતિની જાહેરાત કરતા, ગવર્નરે ફુગાવાને કાબૂમાં રાખવાની ચાલુ પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો, જ્યારે બેંકો માટે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) દર 6.75 ટકા પર રાખ્યો હતો.

CRRમાં કોઈ ઘટાડો નહીં

ગયા મહિનાના ગ્રોથ ડેટા પછી કેશ રિઝર્વ રેશિયો (CRR) માં સંભવિત કાપની આશંકા હોવા છતાં, ગવર્નર દાસે કોઈ રાહત આપી નથી. છેલ્લી દસ બેઠકોમાં સતત લેવામાં આવેલા આ નિર્ણયને કારણે રેપો રેટમાં કોઈ ફેરફાર થયો નથી અને બેંકો માટે MSF દર 6.75 ટકા પર યથાવત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X