RBI Monetary Policy: લોનધારકો માટે રાહતના સમાચાર, RBIએ યથાવત રાખ્યો રેપો રેટ
RBI Monetary Policy: ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા નાણાકીય નીતિની જાહેરાત કરવામાં આવી છે. RBI દ્વારા સતત 9મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટ પહેલાની જેમ 6.5 ટકા પર યથાવત છે.
ઉલ્લેખનીય છે કે, ફુગાવો હજુ પણ આરબીઆઈ માટે પ્રાથમિક ચિંતાનો વિષય છે. આરબીઆઈએ મોંઘવારી દરને 4 ટકા પર રાખવાનું લક્ષ્ય રાખ્યું છે, પરંતુ મોંઘવારી દર હજુ પણ તેનાથી વધુ છે.
આરબીઆઈએ નાણાકીય વર્ષ 2025 માટે ફુગાવાનો દર 4.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. જૂનમાં છૂટક ફુગાવો 5.08 ટકાના ચાર મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

અત્રે નોંધનીય બાબત છે કે, મોનેટરી પોલિસી કમિટી (MPC) દર બે મહિને મળે છે, અને RBI ગવર્નર દ્વારા આ બેઠકોના ત્રીજા દિવસે રેપો રેટ પર નિર્ણયની જાહેરાત કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, રેપો રેટ મહત્વપૂર્ણ છે. કારણ કે, રેપો રેટ અન્ય બેંકોને આપવામાં આવેલી લોન પર કેન્દ્રીય બેંક દ્વારા વસૂલવામાં આવે છે. તે અર્થતંત્રમાં ફુગાવા અને નાણાંના પ્રવાહને અસર કરે છે.












Click it and Unblock the Notifications
