RBIની મુદ્રાનીતિ : રેપોરેટમાં 0.25 ટકાનો વધારો, CRR યથાવત
આ નીતિની ઘોષણા બાદ વ્યાજદરોમાં વધારો થવાની શક્યતા એક્સપર્ટ દર્શાવી રહ્યા છે. જેના કારણે વિવિધ લોન મોંઘી થઇ શકે છે. આરબીઆઇએ વ્યાજ દરમાં વધારો કરતાં ઇએમઆઇ મોંઘો થઇ જશે. 20 વર્ષ માટે લોન લેનારા પર એક લાખ રૂપિયાની લોન પર 16.50 રૂપિયા ઇએમઆઇ વધી જશે. આજે આરબીઆઇની ઘોષણા બાદ શેરમાર્કેટમાં કડાકો બોલ્યો હતો.
રાજનના આ નિર્ણયથી બજારને ફાયદો થશે. આ નિર્ણયને પગલે રૂપિયો સ્થિર થશે અને સસ્તા ડોલર ભારતાં આવતા રહેશે. આગામી સમયમં આ નિર્ણયના સારાપરિણામો મળશે. જોકે આજે રાજનના આ નિર્ણયને પગલે સેન્સેક્સ 450 પોઇન્ટ તૂટ્યો હતો.
બીએસઇ ખાતે સેન્સેક્સ સવારથી આજે ફ્લેટ વેપાર કરી રહ્યા હતા, પોલિસી જાહેર થતાં જ સડસડાટ તૂટવા લાગ્યું છે. બીએસઇ ખાતે સેન્સેક્સ 521 અંકના જંગી કડાકા સાથે 21125 પર અને નિફ્ટી 165 અંકના કડાકા સાથે 5950 પર ટ્રેડ થઇ રહી છે.
નોંધનીય છે કે અમેરિકાની ફેડરલ રિઝર્વ તરફથી આપવામાં આવતી આર્થિક સહાય પાછી નહીં ખેંચવાના નિર્ણય બાદ ભારતીય ઉદ્યોગ જગતની નજર રિઝર્વ બેંકના નવા ગવર્નરના નીતિગત નિર્ણય પર ટકેલી હતી. રઘુરામ રાજને પોતાની પ્રથમ સમીક્ષા એવા સમયે રજૂ કરી છે જ્યારે એક તરફ નીતિગત દરોમાં કાપ અને બીજી તરફ ફુગાવા પર નિયંત્રણ મેળવવાના પગલાંની જરૂરિયાત દર્શાવવામાં આવી રહી છે.
અર્થતંત્રના નિષ્ણાતો અને માર્કેટ જગતના જાણકારોને એવી આશા હતી કે રિઝર્વ બેંક લોનને સસ્તી કરીને દેશમાં રોકાણ વધારવાની દિશામાં મહત્વની ભૂમિકા ભજવશે. વિશ્લેષકોનું માનવું હતું કે ફેડરલ રિઝર્વના આ પગલાથી રાજનની પાસે ઘટતી જતી આર્થિક વૃદ્ધિ દરને નિયંત્રણમાં લેવાના પગલા ભરવાની શક્યતા વધી છે.
બેંકર તથા ઉદ્યોગ જગત સતત દબાણ લાવી રહ્યો હતો કે 2013-14ની મુદ્રા નીતિની મધ્ય ત્રિમાસિક સમીક્ષામાં નીતિગત દરોમાં ઘટાડો તથા રોકડને સરળ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જો કે આ અંગે નિર્ણય લેવો રઘુરામ રાજન અંગે સરળ ન હતું. જથ્થાબંધ મોંઘવારીનો દર ઓગસ્ટમાં વધીને 6.1 ટકા થઇ ગયો હતો. જે છેલ્લા છ મહિનામાં સૌથી વધારે છે. જુલાઇમાં આ દરો 5.79 ટકા હતો. જ્યારે એક વર્ષ પહેલા ઓગસ્ટમાં મોંઘવારી દર 8.01 ટકા હતો.
આ માટે સૌથી વધારે ચિંતા ખાદ્ય મોંઘવારીના દર અંગે હતી. જે 18.18 ટકા રહ્યો હતો. આ ઉપરાંત ડૉલરની સરખામણીએ નબળા પડતા જતા રૂપિયાને મજબૂત કરવાનો પડકાર પણ રઘુરામ રાજન સામે છે.