રેપો રેટમાં 0.25 ટકાનો વધારો, વધી શકે છે EMI
મુંબઇ, 28 જાન્યુઆરી: ભારતીય રિઝર્વ બેંકે મોંઘવારીને ઓછી કરવા માટે મુખ્ય નીતિગત વ્યાજદરોમાં 0.25 ટકાનો વધારો થયો છે. આરબીઆઇના આ પગલાથી હોમ, વાહન અને અન્ય લોન મોંઘી થઇ જશે અને આનાથી ઔદ્યોગિક વિકાસની ઝડપ ધીમી પડવાની શક્યતા છે.
આરબીઆઇની નવી જાબેરાતની સાથે રેપો રેટ 7.75થી વધારીને 8 ટકા, જ્યારે રિવર્સ રેપો રેટ 7 ટકા થઇ ગયું છે. નાણાકિય નીતિની ત્રિમાસીક સમીક્ષામાં આરબીઆઇએ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીમાં પણ 0.25 ટકાનો વધારો કર્યો છે જે હવે 9 ટકા થઇ ગયું છે.

જોકે રોકડ અનામત ગુણોત્તર(સીઆરઆર)માં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો, અને તે ચાર ટકા પર યથાવત છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ મંગળવારે હાલના નાણાકીય વર્ષની નાણાકીય નીતિની ત્રીજી ત્રિમાસીકની સમીક્ષાની જાહેરાત કરી, જે ગયા વર્ષ સપ્ટેમ્બરમાં રઘુરામ રાજન દ્વારા ગવર્નર પદ સંભાળ્યા બાદ ચોથી સમીક્ષા છે.












Click it and Unblock the Notifications
