RBI 2013માં વ્યાજદરમાં 0.75 ઘટાડો કરશે : સ્ટેનચાર્ટ

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના અહેવાલ સ્ટેનચાર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમને હજી પણ આશા છે કે રિઝર્વ બેંક વર્ષ 2013માં મુખ્ય દરોમાં હજી પણ 0.75 ટકાનો કાપ મૂકી શકે છે. આ કારણે અમને વિશ્વાસ છે કે ફુગાવો ઘટશે અને રાજકોષીય પુનર્ગઠન વધારે મજબૂત બનશે. જેના કારણે વર્ષ 2013ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મૂડી ખાતામાં સુધારો થવાથી વ્યાજદર ઘટાડવામાં મદદ મળશે. આ અંગે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મુખ્યદરોમાં કાપ મુકવાથી વૃદ્ધિમાં મદદ મળશે. કારણ કે ફુગાવામાં થોડો ઘટાડો થયો છે.
જત્થાબંધ મૂલ્ય સૂચકાંકના આધાર પર આંકવામાં આવનારા ફુગાવો જાન્યુઆરીમાં ઘટીને 6.62 ટકા પર આવી ગઇ છે. ડિસેમ્બરમાં તે 7.18 ટકા અને નવેમ્બરમાં તે 7.24 ટકા હતી. ગયા વર્શે જાન્યુઆરીમાં ફુગાવાનો દર 7.23 ટકા હતો.












Click it and Unblock the Notifications
