For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBI 4 જૂનથી ફુગાવા આધારિત બોન્ડ વેચશે

|
Google Oneindia Gujarati News

rbi
મુંબઇ, 31 મે : કેન્દ્ર સરકાર દ્વારા દાયકા પૂર્વે બહાર પાડવામાં આવેલા અને નિષ્‍ફળ સાબિત થવાને કારણે બંધ કરી દેવાયેલા ફુગાવા આધારિત બોન્‍ડનું વેચાણ સરકાર ફરી શરૂ કરવા માંગે છે. આગામી સપ્તાહે 4 જૂનથી સરકાર મોંઘવારી સામે ખાસ કરીને સોનાની ખરીદીને બ્રેક લગાવવા માટે આ પ્રકારના બોન્‍ડ વેચવા ઇચ્‍છી રહી છે.

રીઝર્વ બેન્‍ક દ્વારા પ્રથમ ચરણમાં 4 જૂન, મંગળવારના રોજ રૂપિયા 1000 કરોડના બોન્‍ડ વેચવામાં આવશે. માર્ચના અંત સુધીમાં વધુ રૂપિયા 15,000 કરોડના બોન્‍ડ વેચવામાં આવે એવો અંદાજ છે. લાંબાગાળાનું સલામત રોકાણ ઇચ્‍છતા લોકો તથા બેંકો સિકયુરીટી માટે રોકતા નાણા બોન્‍ડમાં રોકે એવી સંભાવના અત્‍યારે જણાય રહી છે. મુલ્‍ય અને તરલતાના મુદે આ બોન્‍ડ લોકોને આકર્ષવામાં ખુબ ઠંડા સાબીત થયા હતા.

સર્વેક્ષણ અનુસાર રોકાણકારોને 10 વર્ષના ફુગાવા આધારિત પ્રથમ ચરણના બોન્‍ડમાં 1.25 થી 2 ટકા જેટલુ વળતર મળવાની સંભાવના છે. સરકારના સામાન્‍ય બોન્‍ડમાં વધારે વ્‍યાજ મળતું હોય છે. પાંચ વર્ષના બોન્‍ડમાં આશરે 2.5 ટકા જેટલુ વળતર મળવાની સંભાવના છે.

ઓછા વળતરને લીધે નવા સપ્તાહમાં બોન્‍ડને બેન્‍કો તથા વિદેશી રોકાણકારોનો નબળો પ્રતિસાદ મળવાની સંભાવના છે. વિશ્‍લેષકો કહે છે કે, બોન્‍ડ એક સારૂ સાધન છે. પણ બહુ જટીલ એવા ગ્રાહકો માટે જ તે સફળ થઇ શકે. ફુગાવાનો દર વર્તમાન સમયે ઘટી રહ્યો છે એટલે લોકો સામાન્‍ય બોન્‍ડ તરફ વળી જવાનુ પસંદ કરશે.

સરકારનું એવુ માનવું છે કે કેટલાક લોકો બોન્‍ડ તરફ આકર્ષાય તો પણ સોનાની આયાતમાં ઘટાડો થશે અને એના વડે ચાલુ ખાતાની તોતીંગ ખાદ્ય પુરવામાં થોડી રાહત મળશે. બોન્‍ડનું આકર્ષક ભાવે વેચાણ થાય એ માટે રીઝર્વ બેન્‍કે સીધા લોકોને વેચવાના સ્‍થાને ધંધાદારી રોકાણકારોને વેચવાનુ પસંદ કર્યુ છે. ધંધાકીય રોકાણકારો પ્રથમ હરાજીમાં ઓછા ભાગ લેશે એવુ જણાય છે. કારણ કે એ પુર્વે સૌ જથ્‍થાબંધ ફુગાવાનો આંક જાહેર થાય એ જોવાનુ પસંદ કરશે. જે અત્‍યારે સરેરાશ 7.3 ટકા જેટલો છે.

English summary
RBI will sell inflation based bonds from 4 June.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X