For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: રીકરીંગ ડીપોઝીટ સાથે જોડાયેલી 6 મહત્વની વાત

|
Google Oneindia Gujarati News

જે લોકો મંથલી બચત કરે છે, તેમના માટે રીકરીંગ ડીપોઝીટ બેસ્ટ ઓપ્શન છે. ઓછી એટલે કે નાની બચતના રૂપમાં કોઈ મહત્વના નાણાંકીય હેતુ માટે બચતનું આ એક બેસ્ટ ઓપ્શન છે.

રીકરીંગ ડીપોઝીટ સ્કીમ હેઠળ અગાઉથી નક્કી રાશી મુજબ બેંક દરેક મહિને તમારા સેવિંગ બેંક અકાઉન્ટમાંથી RD અકાઉન્ટમાં રાશી ટ્રાન્સફર કરે છે. આમ, જ્યારે સમયમર્યાદા પૂર્ણ થાય છે ત્યારે મુખ્ય રકમની સાથે વ્યાજની રકમનો લાભ પણ મળે છે.

રીકરીંગ ડીપોઝીટ અંગે છ મહત્વની નાની નાની વાતો જે તમારે જાણવી આવશ્યક છે.

સમયમર્યાદા

સમયમર્યાદા

ઓછામાં ઓછા 6 મહિના અને વધુમાં વધુ 120 મહિના સુધી આ બચત યોજના હેઠળ રોકાણ થઈ શકે છે. તો કેટલીક બેંક NRI અકાઉન્ટ ધારકો માટે ઓછામાં ઓછી સમયમર્યાદા 1 વર્ષની નક્કી કરે છે.

રોકાણની મહત્તમ મર્યાદા નથી

રોકાણની મહત્તમ મર્યાદા નથી

ભારતનો કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ રૂપિયા 10ના ગુણાંકમાં 100 રૂપિયાથી લઈ શકે છે, જેની મહત્તમ મર્યાદા કોઈ નથી. SBI અને અન્ય સરકારી બેંકોમાં આજ પ્રાવધાન છે. પરંતુ ખાનગી બેંકોમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાથી રીકરીંગ અકાઉન્ટ ખોલાવી શકાય છે. અને અધિક્તમ 14,99,999 સુધીની માસિક મર્યાદા છે.

કોણ રીકરીંગ અકાઉન્ટ ખોલાવી શકે

કોણ રીકરીંગ અકાઉન્ટ ખોલાવી શકે

બધાં જ ભારતીય નાગરિક, અવિભાજીત હિંદુ પરિવાર, પ્રાઈવેટ અને પબ્લીક લિમીટેડ કંપનીઓ, ટ્રસ્ટ, અને સોસાયટી વગેરે.

TDS

TDS

10,000 રૂપિયાથી વધુ વ્યાજ મળવા પર અને વ્યાજને ફરીથી ઈન્વેસ્ટ કરવા પર TDSની કટૌતી બધી બેંક દ્વારા કરવામાં આવે છે. પરંતુ પોસ્ટ ઓફીસમાં જમા રીકરીંગ પર TDS કટોતી નથી કરવામાં આવતી.

રીકરીંગની પદ્ધતિ

રીકરીંગની પદ્ધતિ

રીકરીંગમાં માસિક ઈન્સ્ટોલમેન્ટ એક વખત જે નક્કી થઈ જાય છે, તેમા પરિવર્તન સંભવ નથી. વ્યાજ સમયમર્યાદા પૂર્ણ થવા પર મૂડી સાથે જ મળે છે.

ડીફોલ્ટ પેમેન્ટ

ડીફોલ્ટ પેમેન્ટ

જો માસિક હપ્તા જમા કરાવવામાં અનિયમિતતા થાય અને છ મહિના સુધી એક પણ હપ્તો જમા નથી થતો તો, બેંકને અકાઉન્ટ બંધ કરવાનો અધિકાર છે.

English summary
Recurring Deposits (RD) can be an ideal investment for those who are looking to save on monthly basis.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X