રિલાયન્સ જીયોએ તોડ્યો આ રેકોર્ડ, માર્ચમાં સ્પીડ 18.48 MBPS

Posted By:
Subscribe to Oneindia News

રિલાયન્સ જીયોએ હાલમાં જ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ટ્રાઇની તરફથી જાહેર રિપોર્ટમાં માર્ચ મહિનામાં સૌથી ઝડપી ઇન્ટનેટ સ્પીડ આપવાના મામલે જીયો નંબર વન આવ્યું છે. માર્ચ 2017માં રિલાયન્સ જીયોએ સૌથી વધુ 18.48 એમબીપીએસની સ્પીડ પોતાના ગ્રાહકોને આપી છે. ટ્રાઇના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રિલાયન્સ જીયોની ડાઉનલોડ સ્પીડ 1 એપ્રિલના રોજ 16.48 એમબીપીએસથી વધીને 18.48 ટકા થઇ ગઇ છે. ત્યાં જ રિલાયન્સ જીયોની હરીફ કંપની ભારતીય એરટેલની સ્પીડ 7.66 એમબીપીએસથી ઓછી થઇને 6.57 એમબીપીએસ સ્તરે પહોંચી છે.

jio

Read also : રિલાયન્સની નવી ઓફર, માત્ર 148 રૂપિયામાં 70 જીબી ડેટા

આ મામલે ત્રીજો નંબર વોડાફોનનો છે જેની ડાઉનલોડ સ્પીડ છે 6.14 એમબીપીએસ. અને ચોથા નંબરે આઇડિયા નેટવર્ક છે જેની ઇન્ટરનેટ ડાઉનલોડ સ્પીડ 5.9 એમબીપીએસથી ઓછી થઇ 2.34 એમબીપીએસ થઇ ગઇ છે. આ પછી એરસેલનો નંબર આવે છે જેની સ્પીડ 2.01 એમબીપીએસ છે. જે સરકારી કંપની બીએસએનએલ જેટલી જ છે. ટ્રાઇએ આ ઇન્ટરનેટ ડાઉનલોડના ડેટા માઇસ્પીડ એપ્લીકેશનની મદદથી રિયલ ટાઇમ પર આ ઇન્ટરનેટ સ્પીડ નક્કી કરી છે.

English summary
Relaince Jio topped chart with download speed of 18.48Mbps in March
Please Wait while comments are loading...