રિલાયન્સ લાવ્યું એવી ઓફર જે તમને રોજના 1GB, 1 વર્ષ માટે

Posted By:
Subscribe to Oneindia News

રિલાયન્સ કંપની તેના ગ્રાહકો માટે એક પછી એક નવી ઓફર લોન્ચ કરી રહી છે. તેવામાં રિલાયન્સ કમ્યુનિકેશને એક જોરદાર ઓફર શરૂ કરી છે જે તમને એક વર્ષ સુધી રોજના 1 જીબી જેટલો ડેટા આપશે. જો કે અહીં તમને સ્પષ્ટતા આપી દઉં કે આ ઓફર કંપનીએ તેના વાઇ-પોડ માટે આપી છે. રિલાયન્સ કમ્યુનિકેશન 4જી હોટસ્પોટની સાથે બંડલ ડેટા ઓફર આપી રહ્યું છે. વાઇપોડ અને વર્ષભર રોજના 1 જીબી ડેટા માટે ગ્રાહકોને 5,199 રૂપિયા આપવા પડશે. આ વાઇ-પોડને ZTE કંપનીએ બનાવ્યું છે અને તે ખુબ જ લાઇટ મોડેલ છે. આ વાઇ-પોડનું વજન ખાલી 80 ગ્રામ છે.

jio

આ વાઇ-પોડની કિંમત 3200 રૂપિયા છે. અને કંપનીને આ ઓફર હેઠળ જ આ વાઇ પોડ આપવામાં આવી રહ્યો છે.
શું છે વાઇ-પોડની ખાસિયતવાઇ-પોડમાં ક્વાલકોમ MDM9370 ચિપસેટ છે. જેની સાથે તમે 31 ડિવાઇસને કનેક્ટ કરી શકો છો. આ ડિવાઇસ પ્લાસ્ટિકથી બનાવામાં આવ્યું છે. તેમાં માઇક્રો યૂએસબી પોસ્ટ, સિમ કાર્ડ સ્લોટ, માઇક્રોએસડી કાર્ડ સ્લાટ છે. સાથે જ 32 જીબી સુધીનું માઇક્રોએસડી કાર્ડ લગાવવામાં આવ્યું છે. રિલાયન્સ કમ્યુનિકેશનના આ વાઇ-પોડમાં 2300 mAhની બેટરી પણ છે.

English summary
reliance communication offers 1gb daily data for a year. Read here more on this news.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.