નાના ભાઇને મુસીબતમાંથી ઉગારવા મુકેશ અંબાણીએ લંબાવ્યો હાથ

Written By:
Subscribe to Oneindia News

ઉધારમાં ડૂબેલા રિલાયન્સ કમ્યુનિકેશન્સના માલિક અનિલ અંબાણી હવે પોતાના ઉધારનો બોજો ઓછો કરવામાં વ્યસ્ત છે. 45,000 કરોડના ઉધાર હેઠળ દબાયેલા અનિલ અંબાણીને મુસીબતમાંથી ઉગારવા માટે મોટા ભાઇ મુકેશ અંબાણીએ હાથ લંબાવ્યો છે. અનિલ અંબાણીની કંપની જિયો સાથે કરાર કરી પોતાનો બોજો હળવો કરશે. આ હેઠળ આરકોમે પોતાના વાયરલેસ વેપાર વેચવા માટે રિલાયન્સ જિયો સાથેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

mukesh ambani

આ કરાર હેઠળ જિયો આરકોમ પાસેથી ટાવર, ફાયબર અને એમસીએન બિઝનેસનું હસ્તાંતરણ કરશે. હવે બોલી બાદ બંને કંપનીઓ વચ્ચે કરાર પર હસ્તાક્ષર થઇ ગયા છે. કરારમાં થયેલ સમજૂતી હેઠળ આરકોમ અને તેના સહયોગીઓ પાસેથી ચાર શ્રેણીઓ હેઠળ સંપત્તિઓનું હસ્તાંતરણ કરવામાં આવશે. આ હસ્તાંતરણ સરકારી અને નિયમનકારી મંજૂરીઓ સાથે-સાથે તમામ કરજદારો અને શેરધારકોની સંમતિથી થયો છે. ઉલ્લેખનીય છે કે, અનિલ અંબાણીએ વાયદો કર્યો હતો કે, તેઓ વર્ષ 2018માં પોતાના ઉધારના બોજને 25,000 કરોડ ઓછું કરી લેશે.

English summary
Reliance Communications signs binding definitive agreements with Reliance Jio Infocomm for sale of valuable wireless spectrum, towers, fiber and MCNS. Proceeds of this agreement to be 100% used for debt reduction

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.