રિલાયન્સ જીઓ આ વર્ષના અંતે 4જી સેવા શરૂ કરશે

રિલાયન્સ જિઓ ઈન્ફોકોમના બિઝનેસ હેડ (પૂર્વ ભારત) તરૂણ ઝુનઝુનવાલાના કહેવા મુજબ અમે અમારી આ સેવા સૌથી પહેલા કોલકાતામાં શરૂ કરવા માંગીએ છીએ. ત્યારબાદ દેશના અન્ય મેટ્રો શહેરો દિલ્હી, મુંબઈ અને જામનગરમાં એક સાથે સેવા શરૂ કરાશે. આ મહાનગરોમાં આ સેવા અમે 2014ના પહેલા ક્વાર્ટરમાં શરૂ કરીશું.
ઝુનઝુનવાલાએ કહ્યું છે કે અમે આ ટેક્નોલોજી અત્યંત પરવડી શકે એવી કિંમતે સામાન્ય લોકોનાં ઘર સુધી લઈ જવાના છીએ. તેમણે જો કે આ સર્વિસની કિંમતની વિગતો જણાવી નથી. કંપની તેની 4G સેવાઓ ગ્રાહકોને પરવડી શકે તેથી તેને સપોર્ટ કરે એવા ડિવાઈસીસ પણ આપશે. આ માટે તે ઉત્પાદકો સાથે મસલત કરી રહી છે. 4G સેવાઓ સ્માર્ટ ફોન, સ્માર્ટ ટેલિવિઝન, ઈન્ટરનેટ ડોંગલ્સ અને ટેબ્સ ઉપર ઉપલબ્ધ થાય એવી ધારણા છે.












Click it and Unblock the Notifications
