રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે પેમેન્ટ બેન્કમાં ઝંપલાવવા તૈયાર
તમને જાણીને ખુશી થશે કે હવે તમે એરટેલ, પેટીએમની જેમ રિલાયન્સ જીયોના પેમેન્ટ બેન્કનો લાભ લઈ શક્શો.
તમને જાણીને ખુશી થશે કે હવે તમે એરટેલ, પેટીએમની જેમ રિલાયન્સ જીયોના પેમેન્ટ બેન્કનો લાભ લઈ શક્શો. એશિયાના સૌથી અમીર અને સફળ બિઝનેસમેન મુકેશ અંબાણી ટૂંક સમયમાં જિયો પેમેન્ટ બેન્કની શરૂઆત કરવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો: જીયો ગિગાફાઈબર રિલાયન્સની FTTH બ્રોડબેન્ડનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરશો?
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાના નેટવર્ક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેસ્ટિંગ માટે બીટા ટ્રાયલ્સની શરૂઆત કરી છે. આ ટેસ્ટિંગ સફળ થયા બાદ IRL સત્તાવાર રીતે પોતાની પેમેન્ટ સર્વિસ લોન્ચ કરશે.

બીટા ટેસ્ટિંગમાં સારી શરૂઆત
કેટલાક દિવસો પહેલા જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા હતા. રિલાયન્સ જિયોના સ્ટ્રેટેજી એન્ડ પ્લાનિંગ હેડ અંશુમાન ઠાકુરે મીડિયાને કહ્યું કે જિયો પેમેન્ટ બેન્કિંગ સેવાનું બીટા ટેસ્ટિંગ શરૂ કરી દેવાયું છે. શરૂઆતના તબક્કામાં મર્ચન્ટ્સ તરફતી રિસ્પોન્સ મળી રહ્યો છે.

જિયો પેમેન્ટ બેન્ક
જિયો પેમેન્ટ બેન્ક લાઈસન્સ પ્રાપ્ત 8 એકમોમાંથી એક છે. અને એરટેલ, પેટીએમ, ઈન્ડિયા પોસ્ટ, ફિનો પેમેન્ટ્સ બેન્ક બાદ તે આ પ્રકારની પાંચમી બેન્ક બનશે. રિલાયન્સ અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ એરટેલ પેમેન્ટ બેન્ક, પેટીએમને કોમ્પિટિશન આપવા માટે 70ઃ30ના ગુણોત્તરથી જોઈન્ટ વેન્ચર બનાવ્યું છે.
તો ભારતની બીજી સૌથી મોટી સેલ્યુલર સેવા આપતી કંપની ભારતી એરટેલ નવેમ્બર 2016માં દેશમાં પેમેન્ટ બેન્ક શરૂ કરનારી પહેલી કંપની હતી. બીજી તરફ પેટીએમ પેમેન્ટ બેન્કે મે 2017માં શરૂઆત કરી તો ફિની પેમેન્ટ બેન્ક ગત વર્ષે જૂનમાં લોન્ચ થઈ હતી. એક વખત કમર્શિયલ લોન્ચ થયા બાદ જિયો પેમેન્ટ બેન્ક દેશમાં ભૂગતાન બેન્કમાં જગ્યા બનાવી શકે છે.

શું છે પેમેન્ટ બેન્ક ?
આરબીઆઈએ દેશમાં ફાઈનાન્શિયલ પ્રવેશને વધારવા માટે ફાઈનાન્શિયલ કવરેજ અંતર્ગત વધુમાં વધુ નાગરિકોને જોડવા માટે 2013-14માં પેમેન્ટ બેન્કના મોડલની કલ્પના કરાઈ હતી. RBIએ આ મોડલને દેશની બેન્કિંગ સિસ્ટમમાં મોટું પરિવર્તન ગણાવ્યું છે.
જ્યારે પરંપરાગત બેન્ક અને પેમેન્ટ બેન્ક વચ્ચે ડિફરન્સ એ છે કે પેમેન્ટ બેન્ક માત્ર ચૂકવણી અને પૈસા રિસિવ કરવાની સેવા આપે છે. પરંતુ લોન લેવા જેવી ફાઈનાન્સિયલ પ્રોડક્ટ નથી આપી શક્તા.
પેમેન્ટ્સ બેન્ક 1 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ સ્વીકારી શકે છે અને મોબાઈલ પેમેન્ટ્સ, રિસિવીંગ, ટ્રાન્સફર કે ખરીદ વેચાણ અથવા અન્ય બેન્કિંગ કેવા જેમ કે ATM કે ડેબિટ ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, થર્ડ પાર્ટી ફંડ ટ્રાન્સફરની સુવિધા આપી શકે છે.

રિલાયન્સ જીયો / જીયો પેમેન્ટ બેન્ક
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રિલાયન્સ હાલના સમયમાં પોતાના કર્માચારીઓ વચ્ચે પેમેન્ટ બેન્કની સુવિધાનું ટેસ્ટિંગ કરી રહી છે. RIL પોતાના જિયો મની પ્રિપેડ મોબાઈલ વૉલેટ માટે ગ્રાહકોને જિયો પેમેન્ટ બેન્કમાં પણ લઈ જઈ રહ્યું છે. આ સર્વિસને લોકો સુધી પહોંચાડવા માટે રિલાયન્સ જિયો મોટા નેટવર્કનો ઉપયોગ કરવા ઈચ્છી રહી છે.

રિલાયન્સ જિયોએ 3.70 કરોડ ગ્રાહકોને જોડ્યા
રિલાયન્સ જિયોએ પોતાના કર્મચારીઓ વચ્ચે 2015માં 4G સેવાના બીટા લોન્ચ સાથે શરૂઆત કરી હતી. આ પ્રક્રિયા અંતર્ગત કર્મચારીઓને નેટવર્કમાં સામેલ થવાની સાથે બીજા લોકોને ઈન્ટવાઈટ કરવાની પણ સગવડ અપાઈ હતી. લગભગ 2 વર્ષની અંદર જ રિલાયન્સ જિયો મુકેશ અંબાણી માટે સૌથી મોટી સફળતા સાબિત થયું છે, કારણ કે જિયો દેશના ટેલિકોમ સેક્ટરમાં મોટા પરિવર્તન લાવી ચૂક્યુ છે.
તો ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જીયો 3.70 કરોડ નવા ગ્રાહકોને જોડી ચૂક્યુ છે. જે બાદ જીયોનો કુલ યુઝર બેઝ 25.23 કરોડનો થયો છે. મીડિયા રિપોર્ટ નિષ્ણાતોના હવાલાથી કહે છે કે જો આ જ રીતે વિકાસ ચાલુ રહેશે તો 2018ના અંત સુધીમાં જિયો સૌથી મોટું ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર બની જશે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી







Click it and Unblock the Notifications
