• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Jio: અનલિમિટેડ 4G ડેટા સાથે ફ્રી કોલિંગ, મેસેજ, રોમિંગ 6 મહિના સુધી

|

જો તમે રિલાયન્સ જિયોના ગ્રાહક છો તો આ સમાચાર તમારા માટે ખાસ છે. રિલાયન્સ જિયોએ ફરીથી એક વાર પોતાના પ્રીપેડ યુઝર્સ માટે ધમાકેદાર પ્લાન રજૂ કર્યો છે. જિયોના આ નવા પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને માત્ર અનલિમિટેડ કોલિંગ જ નહિ પરંતુ અનલિમિટેડ હાઈ સ્પીડ ડેટા, ફ્રી રોમિંગ જેવી સુવિધાઓ મળી રહી છે. આવો આપને જિયોના આ પ્લાન વિશે વિસ્તારથી જણાવીએ.

જિયોનો નવો પ્લાન

જિયોનો નવો પ્લાન

રિલાયન્સ જિયોએ મોન્સુન હંગામા ઓફર અંતર્ગત ઘણા સરસ પ્લાન રજૂ કર્યા. આ પ્લાન્સમાંનો એક પ્લાન છે 594 રૂપિયાનો. આ પ્લાનમાં યુઝર્સને 6 મહિના સુધી ફ્રી અનલિમિટેડ કોલિંગ સાથે સાથે અનલિમિટેડ 4જી ડેટાની મઝા પણ લઈ શકો છો. આ સાથે તમને અનલિમિટેડ ફ્રી કોલિંગ અને એસએમએસ પણ મળી રહ્યા છે.

મોન્સુન હંગામા ઓફર

મોન્સુન હંગામા ઓફર

તમને જણાવી દઈએ કે જિયોએ આ ઓફર મોન્સુન હંગામા હેઠળ ઓફર હેઠળ રજૂ કરી છે. આ મોન્સુન હંગામાં ઓફરમાં તમે પોતાના કોઈ પણ ચાલુ ફીચર ફોનના બદલે જિયો ફોન 501 રૂપિયા આપીને એક્સચેન્જ કરી શકે છે. જિયો સિમવાળા યુઝર્સને આ પ્લાન વન ટાઈમ એક્ટિવેશન રૂપે આપવામાં આવશે. એટલુ જ નહિ આ પ્લાનનો ફાયદો મોબાઈલ નંબર પોર્ટેબિલિટીવાળા યુઝર્સને પણ મળશે.

જિયો ફોન યુઝર્સ માટે બીજા બે સરસ પ્લાન

જિયો ફોન યુઝર્સ માટે બીજા બે સરસ પ્લાન

જિયો પોતાના જિયો ફોન યુઝર્સ માટે 99 રૂપિયા અને 153 રૂપિયાવાળા બીજા બે પ્લાન રજૂ કર્યા છે. 99 રૂપિયાવાળા પ્લાનની વાત કરીએ તો આ પ્લાનમાં યુઝર્સને 28 દિવસ માટે અનલિમિટેડ વોઈસ કોલિંગ સાથે ફ્રી એસએમએસ અને 500 એમબી 4જી ડેટા રોજ મળે છે. વળી, 153 રૂપિયાવાળા પ્લાનમાં યુઝર્સને રોજના 1.5 જીબી અને 4જી ડેટા સાથે 28 દિવસો સુધી અનલિમિટેડ વોઈસ કોલિંગ અને ફ્રી એસએમએસની સુવિધા મળે છે.

English summary
Reliance Jio launched Rs 594 plan with unlimited data and Free calling for 6 months under Jio Monsoon Hungama dhamaka offer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X