For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ધરખમ ઘટાડો, જાણો આજનો ભાવ

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ધરખમ ઘટાડો, જાણો આજનો ભાવ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઉચ્ચતમ સપાટીએ પહોંચેલ પેટ્રોલ અને ડીઝલની કિંમતોએ સામાન્ય નાગરિકોની કમર તોડી હતી. જો કે હવે પેટ્રોલ-ડીઝલની કિંમતોએ સામાન્ય નાગરિકોને રાહત આપી છે. છેલ્લા 8 દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે પણ અમદાવાદમાં પેટ્રોલની કિ્ંમતોમાં 38 પૈસાનો ઘટાડો થયો હતો અને ડીઝલની કિંમતોમાં 36 પૈસાનો ઘટાડો નોંધાયો. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ 77.49 રૂપિયા અને ડીઝલ 77.74 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

માત્ર અમદાવાદ જ નહિ બલકે ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોએ નાગરિકોને રાહત આપી છે. શનિવારે દિલ્હીમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો. અહીં પેટ્રોલ 40 પૈસા સસ્તું થયું છે અને ડીઝલ 35 પૈસા સસ્તું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 80.45 રૂપિયા જ્યારે ડીઝલ 74.38 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે.

મુંબઈના ભાવ

મુંબઈના ભાવ

મુંબઈમાં પણ પેટ્રોલની કિંમતોમાં 40 ટકાનો ઘટાડો આવ્યો છે જ્યારે ડીઝલની કિંમતોમાં 37 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલની કિંમતો 85.93 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 77.96 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેચાઈ રહ્યું છે. અગાઉ શુક્રવારે પેટ્રોલની કિંમતોમાં 25 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ડીઝલના ભાવમાં 7 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો.

શુક્રવારે પણ કિંમતો ઘટી હતી

શુક્રવારે પણ કિંમતો ઘટી હતી

શુક્રવારે પણ અમદાવાદ સહિતના ચારેય મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે દિલ્હીમાં 80.85 રૂપિયા પ્રતિ લીટરે પેટ્રોલ જ્યારે 74.73 રૂપિયા પ્રતિ લીટરે ડીઝલ વેચાઈ રહ્યું હતું. જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે.

દેશના પૈસા લઈને ભાગેલા ભાગેડુઓને ભારત લાવવામાં આવશેઃ રાજનાથ સિંહદેશના પૈસા લઈને ભાગેલા ભાગેડુઓને ભારત લાવવામાં આવશેઃ રાજનાથ સિંહ

English summary
relief for common man as petrol diesel prices continue to come down
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X