રોકાણકારોની સાચી સૂચિ સુપરત કરે સહારા: સુપ્રીમ કોર્ટ

કોર્ટે સહારાને એક સપ્તાહનો સમય આપ્યો છે. ઉલ્લેખનીય છે કે સેબીએ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં સુબ્રોતો રોય સહારાની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી હતી. આ મામલાની સુનવણી હવે પછી 2 મેના રોજ થવાની છે.
રોકાણકારોના 24000 કરોડ રૂપિયા નહીં ચૂકવવાના મામલામાં સેબીએ 15 માર્ચના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી આપી હતી. આ અરજીમાં સેબીએ સહારા પર દેશ છોડીને જવા પર પ્રતિબંધ લાદવાની માંગ કરી હતી. સહારાની 2 કંપનીયોને 3 કરોડ રોકાણકારોના રૂપિયા પરત કરવાના છે. સહારા સમૂહની બે કંપનીયોએ પોતાના રોકાણકારોને 24 કરોડ રૂપિયા પરત કરવાના આદેશનું પાલન ન્હોતું કર્યું.












Click it and Unblock the Notifications
