For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એરટેલ, વોડાફોન-આઈડિયા અને જિયોને 42000 કરોડની રાહત, સ્પેક્ટ્રમ પેમેન્ટ 2 વર્ષ માટે ટળ્યું

એરટેલ, વોડાફોન-આઈડિયા અને જિયોને 42000 કરોડની રાહત, સ્પેક્ટ્રમ પેમેન્ટ 2 વર્ષ માટે ટળ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નાણાકીય સંકટ સમે ઝઝૂમી રહેલ દૂરસંચાર કંપનીઓને કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. કેબિનેટે સ્પેક્ટ્રમની ચૂકવણીને બે વર્ષ માટે ટાળવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22નું સ્પેક્ટ્રમ પેમેન્ટ ટાળવાથી ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને રિલાયન્સ જિયોને 42000 કરોડ રૂપિયાની રાહત મળશે. જણાવી દઈએ કે કંપનીઓ સરકાર પાસેથી સતત રાહતની માંગણી કરી રહી હતી.

idea

નાણામંત્રી નિર્મલા સીતારમણે મીટિંગમાં કરેલ નિર્ણયોની જાણકારી આપતા કહ્યું કે દૂરસંચાર કંપનીઓને થઈ રહેલ પરેશાનીને જોતા કેબિનેટે સ્પેક્ટ્રમ ઑક્શન સાથે જોડાયેલ ઈન્સ્ટોલમેન્ટની ચૂકવણી બે વર્ષ ટાળવાનો ફેસલો કર્યો છે.

સીતારમણે કહ્યું કે ડેફર્ડ સ્પેક્ટ્રમ પેમેન્ટને એક સરખા ઈએમઆઈમાં વહેંચવામાં આવશે અને હાલના સમયમાં કોઈ વધારો નહિ કરાય. નાણામંત્રીએ કહ્યું કે ટેલિકોમ કંપનીઓને ડેફર્ડ સ્પેક્ટ્રમ પેમેન્ટ પર નક્કી વ્યાજની ચુકવણી કરવાની રહેશે.

1 જાન્યુઆરી 2020થી સોનું ખરીદવાના નિયમો બદલાઈ જશે, જાણો1 જાન્યુઆરી 2020થી સોનું ખરીદવાના નિયમો બદલાઈ જશે, જાણો

English summary
Rs. 45,000-Crore Relief For Vodafone, Airtel As Government Defers Dues
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X