ડોલરના મુકાબલે રેકોર્ડ બ્રેક નીચલા સ્તર પર પહોંચ્યો રૂપિયો

આ પહેલા રૂપિયો 61.80ના નીચલા સ્તર પર આવી ગયો હતો. પારેક્સ બજારમાં આની પહેલાના સત્ર દરમિયાન ડોલરની તુલનામાં રૂપિયા 24 પૈસા તુટીને 61.43 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો, જે આજના શરૂઆતી કારોબારમાં 10 પૈસાના સુધારની સાથે 61.33 રૂપિયા પ્રતિ ડોલર પર આવી ગયો. ગગડતા જતા રૂપિયાના કારણે સેન્સેક્સ પણ સતત નીચે પડી રહ્યો છે. બીએસઇ સેન્સેક્સ 500 પોઇન્ટ તૂટીને 19,000ના સ્તરથી નીચે આવી ગયો હતો.
જ્યારે સોનાના ભાવમાં સતત તેજી જારી છે. આજે સોનું 30 હજારથી પણ પાર થઇ ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાંથી મળેલા ખરાબ સંકેતોના પગલે ઘરેલુ બજારોમાં પડતી જોવા મળી છે. શરૂઆતમાં સેન્સેક્સ 500 પોઇન્ટ તૂટી ગયો.
આજે સેન્સેક્સની શરૂઆત પણ ખરાબ રહી. બીએસઇના 30 હજાર શેર પર આધારિત સંવેદી સૂચકાંક સેન્સેક્સ 70.48 પોઇન્ટના કડાકા સાથે 19,297.11 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેર પર આધારિત નિફ્ટી 36.85 પોઇન્ટના કડાકા સાથે 5,705.45 સાથે ખુલ્યો.












Click it and Unblock the Notifications
