For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૂપિયો તેની સર્વકાલીન નીચી સપાટીએ, ડોલર 81ને પાર

ભારતીય અર્થવ્યવસ્થા માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જ્યાં ડોલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. શુક્રવારે સવારે કારોબાર શરૂ થતાંની સાથે જ રૂપિયો 25 પૈસા ગગડ્યો હતો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર : ભારતીય અર્થવ્યવસ્થા માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જ્યાં ડોલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. શુક્રવારે સવારે કારોબાર શરૂ થતાંની સાથે જ રૂપિયો 25 પૈસા ગગડ્યો હતો, જે પછી તે 81.09 ના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો હતો.

આ પહેલા ગુરુવારના રોજ ભારતીય રૂપિયાનું પણ નબળું પ્રદર્શન રહ્યું હતું, જ્યાં ટ્રેડિંગની શરૂઆતમાં તે 41 પૈસા ઘટીને 80.38 પર આવી ગયો હતો. આ સમાચાર સામે આવતા જ વિપક્ષી પાર્ટીઓને સરકાર પર નિશાન સાધવાનો મોકો મળી ગયો છે.

વ્યાજદરમાં વધારો થવાથી ફુગાવાનો દર ઘટાડવામાં મદદ મળશે

વ્યાજદરમાં વધારો થવાથી ફુગાવાનો દર ઘટાડવામાં મદદ મળશે

વાસ્તવમાં યુએસ ફેડરલ રિઝર્વે રેપો રેટમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો, ત્યારબાદ વ્યાજદરમાં વધારો થયો છે.

અપેક્ષાઓનેઅનુરૂપ આ સતત ત્રીજી વૃદ્ધિ છે, જેનો અર્થ છે કે, નાણાકીય લાભો વચ્ચે રોકાણકારો વધુ સારા અને સ્થિર વળતર માટે યુએસ બજારો તરફવળશે.

ફેડ એ પણ સંકેત આપ્યો છે કે, વ્યાજ દરો હાલના સમય માટે વધતા રહેશે અને આ દરો 2024ના ઉચ્ચ સ્તરે રહેશે. તેમજ યુએસસેન્ટ્રલ બેંક લાંબા ગાળે મહત્તમ રોજગાર અને ફુગાવો 2 ટકાના દરે હાંસલ કરવા માગે છે.

આવી સ્થિતિમાં, તે માને છે કે, વ્યાજ દરોવધવાથી મોંઘવારી દરને નીચે લાવવામાં મદદ મળશે. અમેરિકાના આ નિર્ણયની અસર સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર પડી રહી છે.

કેમ મજબૂત થઈ રહ્યો છે ડોલર?

કેમ મજબૂત થઈ રહ્યો છે ડોલર?

વાસ્તવમાં અમેરિકાની અર્થવ્યવસ્થા કોરોના મહામારી પછી સારું પ્રદર્શન કરી રહી છે. ત્યાં ફુગાવાનો દર ઊંચો છે અને રોજગારીની સ્થિતિપણ મજબૂત છે.

આ સિવાય અન્ય ક્ષેત્રો પણ સારો દેખાવ કરી રહ્યા છે. ફેડરલ રિઝર્વ પણ ફુગાવાને અંકુશમાં લેવા માટે ઘણા કડક પગલાંલઈ રહ્યું છે, જેના કારણે ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે.

ડોલરની મજબૂતાઈનો અર્થ શું છે?

ડોલરની મજબૂતાઈનો અર્થ શું છે?

જો તમે અમેરિકા જાવ તો તે પહેલા તમારે ડોલર ખરીદવા પડશે. ડોલર મજબૂત થયા બાદ હવે તમારે ડોલર ખરીદવા માટે 81.09 રૂપિયાચૂકવવા પડશે.

આવા સમયે, જો કોઈ અમેરિકન ભારત આવે છે, તો તેને એક ડોલરના 81.09 રૂપિયા મળશે. આંતરરાષ્ટ્રીય વેપારનેડોલરની મજબૂતાઈથી સૌથી વધુ અસર થાય છે, કારણ કે, ભારત મોટાભાગના દેશો સાથે ડોલરમાં વેપાર કરે છે.

English summary
Rupee crosses 81 to dollar, all-time low
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X