For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૂપિયો નબળો થયો, ડૉલરના મુકાબલે 30 પૈસાની કમજોરી સાથે ખુલ્યો

રૂપિયો નબળો થયો, ડૉલરના મુકાબલે 30 પૈસાની કમજોરી સાથે ખુલ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આજે મંગળવારે એટલે કે 8 સપ્ટેમ્બરે રૂપિયો કમજોરી સાથે ખુલ્યો. આજે ડૉલરના મુકાબલે રૂપિયો 30 પૈસાની કમજોરી સાથે 73.64 રૂપિયાના સ્તર પર ખુલ્યો છે. જ્યારે સોમવારે ડૉલરના મુકાબલે રૂપિયો 20 પૈસાની કમજોરી સાથે 73.34 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.

રૂપિયાનું છેલ્લા 5 દિવસનું ક્લોઝિંગ સ્તર

રૂપિયાનું છેલ્લા 5 દિવસનું ક્લોઝિંગ સ્તર

  • સોમવારે ડૉલરના મુકાબલે રૂપિયો 20 પૈસાની કમજોરી સાથે 73.34 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.
  • શુક્રવારે ડૉલરના મુકાબલે રૂપિયો 33 પૈસાની મજબૂતી સાથે 73.14 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.
  • ગુરુવારે ડૉલરના મુકાબલે રૂપિયો 44 પૈસાની કમજોરી સાથે 73.47 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.
  • બુધવારે ડૉલરના મુકાબલે રૂપિયો 16 પૈસાની કમજોરી સાથે 73.02 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.
  • મંગળવારે ડૉલરના મુકાબલે રૂપિયો 75 પૈસાની મજબૂતી સાથે 72.86 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.
આઝાદીના સમયે રૂપિયાનું સ્તર

આઝાદીના સમયે રૂપિયાનું સ્તર

એક જમાનો હતો જ્યારે આપણો રૂપિયો ડૉલરને જબરદસ્ત ટક્કર આપતો હતો. ભારત જ્યારે 1947માં આઝાદ થયું ત્યારે ડૉલર અને રૂપિયાના ભાવ એક સમાન હતા. મતલબ કે એક ડોલર બરાબર એક રૂપિયો હતો. ત્યારે દેશ પર કોઈ દેણું નહોતું. પછી જ્યારે 1951માં પહેલી પંચવર્ષીય યોજના લાગૂ થઈ તો સરકારે વિદેશ પાસેથી લોન લેવાનું શરૂ કર્યું અને પછી રૂપિયાની સાખ પણ સતત ઘટવા લાગી. 1975 સુધી આવતા આવતા ત એક ડૉલરની કિંમત 8 રૂપિયા થઈ ગઈ અને 1985માં ડૉલરનો ભાવ 12 રૂપિયા થઈ ગયો. 1991માં નરસિમ્હા રાવના શાસનકાળ દરમ્યાન ભારતે ઉદારીકરણનો રસ્તો પકડ્યો અને રૂપિયો ધડામ થઈને ગગડ્યો.

ડિમાંડ અને સપ્લાઈ ભાવ નક્કી કરે છે

ડિમાંડ અને સપ્લાઈ ભાવ નક્કી કરે છે

કરન્સી એક્સપર્ટ્સ મુજબ રૂપિયાની કિંમત સંપૂર્ણપણે ડિમાંડ અને સપ્લાઈ પર નિર્ભર કરે છે. ઈમ્પોર્ટ અને એક્સપોર્ટની પણ તેના પર અસર પડે છે. દરેક દેશ પાસે વિદેશી મુદ્રાનો ભંડાર હોય છે, જેમાંથી તે લેણ દેણ કરે છે. વિદેશી મુદ્રા ભંડાર ઘટવા અને વધવાથી જ તે દેશની મુદ્રાની ચાલ નક્કી થાય છે. અમેરિકી ડૉલરને વૈશ્વિક કરન્સીનું કદ પ્રાપ્ત છે અને મોટાભાગના દેશ ઈમ્પોર્ટનું બિલ ડૉલરમાં જ ચૂકવે છે.

Gold: સરકારી સ્કીમથી પણ સસ્તુ સોનુ વેચાઈ રહ્યુ છે બજારમાં<br />Gold: સરકારી સ્કીમથી પણ સસ્તુ સોનુ વેચાઈ રહ્યુ છે બજારમાં

આ કારણે રૂપિયાનો ભાવ ઘટી રહ્યો છે

  • ક્રૂડ ઓઈલના વધતા ભાવ

રૂપિયો સતત કમજોર થઈ રહ્યો છે જેનું પહેલું કારણ ક્રૂડ ઓઈલના વધતા ભાવ છે. ભારત ક્રૂડ ઓઈલનો મોટો એક્સપોર્ટર છે. ભારત વધુ ઓઈલ ઈમ્પોર્ટ કરે છે અને તેનું બિલ પણ તેણે ડૉલરમાં ચૂકવવું પડે છે.

  • વિદેશી સંસ્થાગત રોકાણકારોની વેચવાલી

વિદેશી સંસ્થાગત રોકાણકારો ભારતીય શેર બજારોમાં ભારે વેચવાલી કરે છે. જ્યારે આવું થાય છે ત્યારે રૂપિયા પર દબાણ બને છે અને આ ડૉલરના મુકાબલે ટૂટતો જાય છે.

English summary
rupee weaken by 30 paisa, here is main reason behind it
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X