For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડૉલરના મુકાબલે ફરીથી તૂટ્યો રુપિયો, પહેલી વાર પહોંચ્યો 83ને પાર

ડૉલરના મુકાબલે ભારતીય રુપિયો ગગડવાનુ સતત ચાલુ છે. ઘરેલુ શેર બજારમાં ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

ડૉલરના મુકાબલે ભારતીય રુપિયો ગગડવાનુ સતત ચાલુ છે. ઘરેલુ શેર બજારમાં ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે. બજાર ખુલતા જ રુપિયામાં રેકૉર્ડ ઘટાડો થયો છે. ડૉલર સામે રૂપિયો પહેલી વાર 83.08 ના સ્તરે પહોંચ્યો છે. યુએસ ડૉલર ઈન્ડેક્સ 113 પોઈન્ટથી ઉપર ગયા બાદ ભારતીય રૂપિયો ડૉલર સામે 83.08ની નવી રેકૉર્ડ નીચી સપાટીએ પહોંચી ગયો છે. બ્લૂમબર્ગ મુજબ રૂપિયો પહેલા 82.9825 પર ખુલ્યો, પછી 83.1212 પર પહોંચ્યો અને પછી 83.0925ના નવા રેકૉર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો.

rupees

પીટીઆઈના અહેવાલ મુજબ પ્રારંભિક વેપારમાં યુએસ ડૉલર સામે રૂપિયો 6 પૈસા ઘટીને 83.06ના નવા ઓલ-ટાઇમ નીચા સ્તરે આવી ગયો. બુધવારે ભારતીય રૂપિયો પ્રતિ ડોલર 83.02ના સૌથી નબળા સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સ લગભગ 228 પોઈન્ટ ઘટીને 58,877 પોઈન્ટ પર છે. બીજી તરફ નિફ્ટી 17500 પોઈન્ટની સપાટીથી નીચે ગયો છે અને 17434.90 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. 30માંથી 26 શેરો રેડ લાઈટ પર કારોબાર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગત દિવસોમાં નબળા પડી રહેલા રૂપિયા પર નિવેદન આપ્યુ હતુ. જેની વિપક્ષે ટીકા પણ કરી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ હતુ કે 'રૂપિયો ગગડી રહ્યો નથી પરંતુ ડૉલર મજબૂત થઈ રહ્યો છે.'

ગુરુવારે અન્ય દેશોની કરન્સી પર પણ ડૉલર હાવી રહ્યો હતો. ગુરુવારે યેન(જાપાનનુ ચલણ) 32 વર્ષની નવી નીચી સપાટીએ આવી ગયુ. જેના કારણે બજારોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા હતા. નેશનલ ઑસ્ટ્રેલિયા બેંક(એનએબી) ખાતે એફએક્સ વ્યૂહરચનાના વડા રે એટ્રિલે રૉઇટર્સને જણાવ્યુ હતુ કે, 'તમે હજુ પણ અનુમાન ના કરી શકો કે યુએસ ડૉલર કેટલો મજબૂત હશે. મને હજુ પણ ખાતરી નથી કે મે આ જોયુ છે.'

English summary
Rupees fall continues vs dollar, reached record low at 83
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X