સોનાના સિક્કા પર મળશે સચિનનો ચહેરો અને ઓટોગ્રાફ!
મુંબઇ, 13 મે : અક્ષય તૃતિયાના અવસરે આજે ચેમ્પિયન બેટ્સમેન સચિન તેંડુલકરની તસવીર અને ઓટોગ્રાફવાળા ખાસ સોનાના સિક્કા બહાર પાડ્યા છે. વેલ્યૂમાર્ટ ગોલ્ડ એન્ડ જ્વેલ્સે સચિનના એક લાખ સોનાના સિક્કા લોંચ કર્યા જેમાંથી પ્રત્યેક દસ ગ્રામનો સિક્કો છે. આ અવસરે સચિન પણ હાજર રહ્યો હતો.
ચૌવીસ કેરેટ સોનાના સિક્કાની કિંમત 34000 રુપિયા અને વેલ્યૂમાર્ટ ગોલ્ડ ડોટ કોમ અને દેશ ભરમાં પ્રમુખ જ્વેલરી સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. કંપનીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં સચિનની સાથે કરાર કરીને તેમને ત્રણ વર્ષ માટે પોતાના બ્રાંડ એમ્બેસડર બનાવ્યા હતા.













Click it and Unblock the Notifications
