નોકરીયાત છો? તો જાણો સેલરી સ્લીપ સાથે જોડાયેલી 12 વાતો

Posted By:
Subscribe to Oneindia News

નોકરી કરતા તમામ લોકોને 1 તારીખે પોતાનો પગાર બેંકમાં જમા થયો છે કેમ તેની હંમેશા ચિંતા હોય. આપણને આપણા પગારથી ખાસ લગાવ હોય છે અને તે હોવા પણ જોઇએ કારણ કે તે આપણી મહેનતની કમાણી છે. પણ સાથે જ દર મહિને આવતી આપણી સેલરી સ્લીપ પણ મહત્વનો ભાગ ભજવે છે. જે અંગે પણ દરેક નોકરયાત વર્ગને માહિતી હોવી જરૂરી છે. કારણ કે સેલરી સ્લીપમાં તમારા પગારના એક એક પૈસાનો હિસાબ હોય છે. અને તમારા માટે તે જાણવું બહુ જરૂરી છે કે ઇન હેન્ડ કેટલું આવ્યું અને કેટલું ડિડક્શન થયું.

Read also: રિલાયન્સ જીયોની નવી ઓફર, ગ્રાહકોને મોટો ફાયદો!

જો બાબતે તમને કોઇ સ્પષ્ટતા ના હોય તો તમારે આ લેખ ચોક્કસથી વાંચવો જોઇએ. તો વાંચો તમારી સેલરી સ્લીપ સાથે જોડાયેલી મહત્વની 12 વાતો.

શું છે સેલરી સ્લીપ?

શું છે સેલરી સ્લીપ?

જ્યારે તમે પોતાની સેલરી સ્લીપ જુઓ છો તો તેમાં મુખ્યત્વે બે કે ત્રણ કોલમ હોય છે. પહેલા કોલમમાં તમારા હાથમાં આવનારી ઇનહેન્ડ સેલરીની ડિટેલ હોય છે. બીજામાં કપાયા પછી જે રાશિ બચી તેનું વિવરણ અને ત્રીજામાં કેટલા રૂપિયા કેમ અને ક્યાં કપાયા તેની માહિતી હોય છે. ત્યારે તમારી સેલરી સ્લીપને હાથમાં લો અને સ્ટેપ બાય સ્ટેપ સમજો કોનો શું મતલબ થાય છે અને કેમ?

બેઝિક સેલરી

બેઝિક સેલરી

કોઇ પણ સેલરી સ્લીપમાં બેઝિક સેલરી હોય છે. જે અંગે સૌથી પહેલા કહેવામાં આવે છે. બેઝિક સેલરી કુલ પગારના 30 થી 40 ટકા સુધી હોય છે. બેઝિક સેલરી પર જ તમારે ટેક્સ આપવો પડે છે. તે 100 ટકા ટેક્સેબલ હોય છે. તમારી બેઝિક સેલરી જેટલી વધારે એટલો તમારે ટેક્સ વધુ કપાવવો પડશે.

હાઉસ રેન્ટ એલાઉન્સ

હાઉસ રેન્ટ એલાઉન્સ

હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે HRAની બેઝિક સેલરીના 50 ટકા સુધી હોય છે. તે શહેર દીઠ નિર્ભર કરે છે. મુંબઇ, દિલ્હી, બેંગલોર અને હૈદરાબાદ જેવા શહેરોમાં તમારો HRA 50 ટકા જેવો હશે. અને જયપુર, અમદાવાદ, જેવા શહેરોમાં 40 ટકા જેટલો હોય છે. તમે જે ભાડુ ઓપો છો તેમાં બેઝિક સેલરીના 10 ટકા ભાડાને ઘટાડીને જે પૈસા બચે છે તે પણ હાઉસ રેંટ એલાઉન્સ હોઇ શકે છે. કંપની બે ભાગમાં તેને જમા કરે છે.

કન્વિન્સ એલાઉન્સ કે ટ્રાવેલ ભથ્થું

કન્વિન્સ એલાઉન્સ કે ટ્રાવેલ ભથ્થું

કન્વિન્સ એલાઉન્સ કંપની ત્યારે આપે છે જ્યારે તમારે કંપનીના કામથી યાત્રા કરવાની રહે. આ મામલે મળતા પૈસા તમારી ઇનહેન્ડ સેલરીથી જોડાઇને મળે છે. ખાલી તમારી જાણકારી માટે જણાવી દઇએ કે 1600 રૂપિયા સુધીનો કન્વિન્સ એલાઉન્સ સામાન્ય રીતે મળે છે. તેની પર કોઇ ટેક્સ નથી આપવો પડતો.

મેડિકલ એલાઉન્સ

મેડિકલ એલાઉન્સ

આ એલાઉન્સ મેડિકલ કવરના રૂપમાં આપવામાં આવે છે. આ સુવિધાનો ઉપયોગ કર્મચારી જરૂર પડે ત્યારે કરી શકે છે. જેમ કે 21000 રૂપિયા સુધીની રાશિ પર ESIC માટે કેટલાક રૂપિયા કપાય છે. સરકારના નવા નિયમ મુજબ 21,000 રૂપિયા સુધી તેમના મેડિકલ એલાઉન્સ આપવાની વાત કરવામાં આવી છે. આ સુવિધાનો લાભ લેવા માટે તમારે મેડિકલ ડોક્યુમેન્ટ રજૂ કરવા પડે છે. તે પછી જ આ સુવિધાનો લાભ મળે છે.

સ્પેશ્યલ એલાઉન્સ

સ્પેશ્યલ એલાઉન્સ

આ એક રીતનો રિવોર્ડ છે. જે કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવે છે. દરેક કંપનીની પરફોર્મન્સ પોલીસી અલગ અલગ હોય છે. આ પૂરી રીતે ટેક્સેબલ હોય છે. તમે તમારી કંપનીને આ અંગે પૂછી શકો છો.

પ્રોવિડન્ટ ફંડ

પ્રોવિડન્ટ ફંડ

કેટલું પીએફ કપાય છે? આ સવાલ તમામ નોકરીયાત વ્યક્તિએ નોકરી લેતી વખતે પુછવું જોઇએ. વળી કેટલાક લોકો તમારી સેલરી જાણવા માટે પણ આવો સવાલ પુછે છે. સેલરી સ્લીપની આ મહત્વપૂર્ણ કોલમ છે. તમારી સેલરીનો 12 ટકા જેટલો તમારો પીએફ હોય છે. પગારમાં પીએફ કપાઇ તમારા પીએફ એકાઉન્ટમાં તે જમા થાય છે. જે પછી નોકરી છોડતી વખતે વ્યાજ સમેત પાછો મળે છે. પીએફમાં જેટલી રાશિ તમે નાંખો છો તેટલી રાશિ સામે પક્ષે તમારી કંપની પણ જમા કરાવે છે.

પ્રોફિટ ટેક્સ

પ્રોફિટ ટેક્સ

આ ટેક્સ દેશના કેટલાક રાજ્યોમાં જ કપાય છે જે નજીવા દરે હોય છે. હાલ તો આ ટેક્સ ખાલી ગુજરાત સમેત કર્ણાટક, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગાના, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આસામ, છત્તીસગઢ, કેરળ, મેધાલય, ઓડિસ્સા, ત્રિપુરા, ઝારખંડ, બિહાર અને મધ્ય પ્રદેશમાં કપાય છે.

ઇનકમ ટેક્સ

ઇનકમ ટેક્સ

આ અંગેની જાણકારી તમારી માસિક સેલરી સ્લિપમાં નહીં હોય પણ આયકરના રૂપે લેવામાં આવે છે. તમે ટેક્સ ભરો છો તો મેની સેલરી સ્લીપમાં તમને આ અંગે જાણકારી જોવા મળશે. આ પૈસા ભારતીય સરકારના ટેક્સ સ્લેબ મુજબ કપાય છે. જો કે તમે તેનાથી બચાવા ઇચ્છતા હોવ તો 80 સી નિયમ મુજબ રોકાણ કરી છૂટ મેળવી શકો છો.

વાંચો :

વાંચો :

તમે કોઇ સામાન્ય ખરીદી પછી ખાલી તમારો આધાર નંબર અને ફિંગરપ્રિન્ટ આપી કરી શકો છો બિલની ચૂકવણી. આધાર પે સાથે જોડાયેલી 6 વાતો.

Read also:જાણો Aadhaar Pay વિષે

English summary
Salary slip becomes vital to understand their salary slip so that they can negotiate a better salary.
Please Wait while comments are loading...