For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBI દ્વારા તમામ મોબાઇલ વોલેટ સુવિધાઓ બ્લોક કરવામાં આવી

ભારતીય સ્ટેટ બેંકે પોતાના મોબાઇલ વોલેટને પ્રમોટ કરવા માટે અન્ય તમામ મોબાઇલ વોલેટ બ્લોક કરી દીધા છે. હવે SBIના નેટબેંકિંગ દ્વારા તમે કોઇ પણ વોલેટમાં પૈસા નહીં નાંખી શકો.

By Shachi
|
Google Oneindia Gujarati News

દેશની સૌથી મોટી સાર્વજનિક બેંક ભારતીય સ્ટેટ બેંક દ્વારા તમામ મોબાઇલ વોલેટની સુવિધાઓ બ્લોક કરવામાં આવી છે. બેંકે આ ફીચર કોઇ ખાસ મોબાઇલ વોલેટ માટે બંધ નથી કર્યું, પરંતુ પોતાના મોબાઇલ વોલેટ સિવાય અન્ય તમામ મોબાઇલ વોલેટમાં પૈસા ઉમેરવાની સુવિધા બ્લોક કરી દીધી છે. બેંકના આ નિર્ણય બાદ હવે તમે SBI નેટબેન્કિંગ દ્વારા પેટીએમ, મોબીક્વિક, એરટેલ મની વગેરે જેવા કોઇ પણ વોલેટમાં પૈસા નહીં ઉમેરી શકો.

SBI

અહીં વાંચો- માત્ર આ 5 RBI કાઉન્ટર્સ પર બદલાવી શકાશે જૂની નોટો

ઉપલબ્ધ માહિતી અનુસાર સ્ટેટ બેંકની પોતાની વોલેટ સુવિધી એસબીઆઇ બડી(SBI Buddy)નો ઉપયોગ ઓછો હતો, પોતાની વોલેટ સુવિધાનો પ્રચાર થાય અને તેનો વપરાશ વધે, તે માટે SBI દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. જો કે, આ નિર્ણય માત્ર નેટબેન્કિંગ સેવા માટે લેવાયો છે. તમે SBI ની નેટબેન્કિંગ સેવા દ્વારા SBI Buddy સિવાય કોઇ અન્ય વોલેટમાં પૈસા ઉમેરી નહીં શકો. પરંતુ જો તમારી પાસે SBIનો ક્રેડિટ કે ડેબિટ કાર્ડ હોય તો એનો ઉપયોગ કરી તમે ઇચ્છિત મોબાઇલ વોલેટ સેવામાં પોતાના પૈસા નાંખી શકશો.

સીએનબીસીના અહેવાલ અનુસાર ભારતીય રિઝર્વ બેન્ક એ ઇ-વોલેટ્સ બ્લોક કરવા બદલ SBI પાસેથી જવાબ માંગ્યો છે. SBI એ આ નિર્ણય લેવા માટે કારોબારી હિતનું બહાનું આગળ ધર્યું છે. બેન્કનું કહેવું છે કે, પૈસાના લેણ-દેણની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણા ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બની ચૂક્યા છે, આથી જ SBI દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. બેંકે એમ પણ કહ્યું હતું કે, પેટીએમ પર લગાવવામાં આવેલી રોક અસ્થાયી છે તથા સુરક્ષા પરિમાણોની યોગ્ય તપાસ કર્યા બાદ આ સુવિધા ફરીથી શરૂ કરવામાં આવી શકે છે. અહેવાલો અનુસાર પેટીએમના પ્લેટફોર્મ પર સુરક્ષા ઉલ્લંઘનનો મામલો પણ સામે આવ્યો હતો. જો કે, હજુ સુધી SBI ના આ નિર્ણય સામે પેટીએમ કે અન્ય કોઇ મોબાઇલ વોલેટ તરફથી કોઇ પ્રતિક્રિયા થઇ નથી.

English summary
SBI blocked mobile wallet services. Consumers can't add money to their mobile wallet through SBI net banking.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X