For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એસબીઆઇ બેન્કે 2 કરોડ રૂપિયા આપી કેરળના પૂરગ્રસ્તોને કરી મદદ

અચાનક આવેલી કુદરતી આપત્તિથી કેરળની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. પૂરના કારણે થયેલા વિનાશ વચ્ચે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ રૂ. 2 કરોડની સહાય આપવાની ઓફર કરી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

અચાનક આવેલી કુદરતી આપત્તિથી કેરળની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. પૂરના કારણે થયેલા વિનાશ વચ્ચે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ રૂ. 2 કરોડની સહાય આપવાની ઓફર કરી છે. સ્ટેટ બેંકે પોતાના 2.7 લાખ કર્મચારીઓને પણ મુખ્યમંત્રીના આપત્તિ રાહત ફંડમાં યોગદાન આપવા વિનંતી કરી છે.તેમણે રાજ્યમાં રાહત અને બચાવ કામગીરી માટે ઘણા પ્રયત્નો કર્યા છે.

kerala flood

એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે આ વિનાશક પૂરથી 8 ઓગસ્ટથી અત્યાર સુધીમાં 324 લોકો મૃત્યુ પામ્યા છે. એટલું જ નહીં પૂર અને વરસાદને લીધે લાખો હેકટર પાક નાશ પામ્યાં છે અને આંતરમાળખાકીય રીતે ભારે નુકસાન થયું છે. રાજ્યમાં કુલ 8 હજાર કરોડ રૂપિયાના નુકશાનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.

એનડીઆરએફ ઉપરાંત, આર્મી, નૌકાદળ અને વાયુસેનાના કર્મચારીઓએ પૂરથી ગંભીર અસરગ્રસ્ત વિસ્તારોમાં છતમાં, ઉંચા સ્થાનો પર ફસાઈ ગયેલા લોકોને ત્યાંથી કાઢવાની શરૂઆત કરી છે. પર્વતીય વિસ્તારોમાં ખડકોના તૂટવાના કારણે રસ્તાઓ બંધ થઇ ગયા છે, જેના કારણે ત્યાંનો સંપર્ક તૂટી ગયો છે. તમને જણાવીએ કે ગામો એક ટાપુમાં ફેરવાઈ ગયા છે.

સ્ટેટ બેન્કે વધારી સુવિધાઓ

  • જેઓ મુખ્યમંત્રી દુર્ઘટના રાહત ફંડને મદદ મોકલે છે તેમના માટે કોઈ ચાર્જ રહેશે નહીં. જો ચાર્જ ફી હશે તો તેને માફ કરવામાં આવશે.
  • ખાતામાં ઓછામાં ઓછી રકમ રાખવાની શરત પણ હમણાં દૂર કરવામાં આવી છે, જો દંડ લેવામાં આવ્યો હોય તો તેને માફ કરવામાં આવશે.
  • એક મહિના માટે ગ્રાહકોએ એક્સપ્રેસ ક્રેડિટની સુવિધા વધારવામાં આવી છે.
  • રાજ્યમાં દરેક જગ્યાએ પોઇન્ટ-ઓફ-સેલ બનાવ્યા જેથી દૈનિક રૂ. 2000 મેળવી શકાય.
  • ગ્રાહકો કે જેમનો વ્યક્તિગત દસ્તાવેજો ખોવાઈ ગયા છે તેઓ પોતાનો ફોટો અને હસ્તાક્ષરો અથવા અંગૂઠા લઇ તેમના એકાઉન્ટ ખોલી શકે છે.
English summary
SBI Contributes Around 2crores For Flood Hit Keralaites
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X