For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBI એ 4 કરોડ વરિષ્ઠ નાગરિકોને આપ્યો ઝાટકો

કરોડો વરિષ્ઠ નાગરિકો ફિક્સ ડિપોઝિટથી પ્રાપ્ત થતી વ્યાજની રકમ પર આધાર રાખે છે. દેશની સૌથી મોટી સરકારી બેંક, ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ) એ બુધવારે ગ્રાહકોને ઝાટકો આપ્યો હતો.

|
Google Oneindia Gujarati News

કરોડો વરિષ્ઠ નાગરિકો ફિક્સ ડિપોઝિટથી પ્રાપ્ત થતી વ્યાજની રકમ પર આધાર રાખે છે. દેશની સૌથી મોટી સરકારી બેંક, ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ) એ બુધવારે ગ્રાહકોને ઝાટકો આપ્યો હતો. જાણકારી આપી દઈએ કે બુધવારે લોન માટેના વ્યાજ દરમાં ઘટાડો સાથે, એસબીઆઈએ વરિષ્ઠ નાગરિકો માટે 1-2 વર્ષના એફડીના વ્યાજ દરમાં .10 ટકાનો ઘટાડો કર્યો છે. આ દર હવે 7 ટકાથી ઘટીને 6.9 ટકા થયો છે.

4 કરોડ વરિષ્ઠ નાગરિકોને અસર થવાની આશંકા

4 કરોડ વરિષ્ઠ નાગરિકોને અસર થવાની આશંકા

બીજી તરફ, બેંકે બચત ખાતામાં 1 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ પરનો વ્યાજ દર 3.5 ટકાથી ઘટાડીને 3.25 ટકા કર્યો છે. એસબીઆઇનું કહેવું છે કે વ્યાજના દરમાં ઘટાડાથી સિસ્ટમમાં સરપ્લસ લિક્વિડિટી આવવાની આશા છે. મોટી વાત એ છે કે એસબીઆઈના આ પગલા પછી, અન્ય બેંકો પણ આ દિશામાં પગલાં લઈ શકે છે. એસબીઆઈના આ નિર્ણયથી લગભગ 4 કરોડ વરિષ્ઠ નાગરિકો પ્રભાવિત થવાની સંભાવના છે. એસબીઆઈની એક રિપોર્ટ અનુસાર લગભગ 4. કરોડ વરિષ્ઠ નાગરિકોનું ખાતું હોવાની વાત કહેવામાં આવી હતી. આ ખાતાઓમાં 14 લાખ કરોડ રૂપિયા જમા કરાયા હોવાની વાત પણ રિપોર્ટમાં હતી.

15 લાખ રૂપિયા સુધીની જમા રકમ પર ટેક્સમાં છૂટ

15 લાખ રૂપિયા સુધીની જમા રકમ પર ટેક્સમાં છૂટ

આવામાં એફડીના વ્યાજ દરમાં ફેરફારને કારણે, આ જમા રકમ પર સીધી અસર પડશે. માહિતી અનુસાર, આવી સ્થિતિમાં, નાણાકીય આયોજકો વરિષ્ઠ નાગરિકોને કેટલાક રિસ્ક લેવા અને ડેટ ફંડ જેવા માર્કેટ ટૂ માર્કેટ પ્રોડક્ટસમાં રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે. જોકે, વરિષ્ઠ નાગરિકોની મદદ માટે સરકારે સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (એસસીએસએસ) રજૂ કરી છે. તેમાં 15 લાખ રૂપિયા સુધી ટેક્સમાં છૂટ છે. એસબીઆઈનું કહેવું છે કે તેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને માત્ર 15 લાખ રૂપિયા સુધીની થાપણો પર ટેક્સમાં છૂટ મળી શકે છે.

વરિષ્ઠ નાગરિકો

વરિષ્ઠ નાગરિકો

જોકે, નિષ્ણાતો માને છે કે વરિષ્ઠ નાગરિકો એસસીએસએસમાં 15 લાખ રૂપિયા રાખી શકે છે. તેઓ બાકીની રકમ સરકારની 7.75 ટકા જમા યોજનામાં મૂકી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હાલની પરિસ્થિતિમાં, મોટાભાગના નાણાં ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં આવી શકે છે કારણ કે તે વધુ ફ્લોટિંગ રિટર્ન રેટ મળી રહ્યો છે.

આ પણ વાંચો: જો તમારી બેન્ક ડૂબશે, તો સરકાર તરફથી મળી શકે છે 2 લાખની ગેરેંટી

English summary
SBI Given Shock To 4 Crore Senior Citizens
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X