For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBI ધિરાણ દર વધાર્યા : ઓટો - કન્ઝ્યુમર લોન મોંઘી બની

|
Google Oneindia Gujarati News

sbi
નવી દિલ્હી, 6 નવેમ્બર : દેશની સૌથી મોટી બેન્‍ક સ્‍ટેટ બેન્‍ક ઓફ ઈન્‍ડિયા - એસબીઆઇ દ્વારા પણ ધિરાણદરમાં વધારો કરવામાં આવ્‍યો છે. સ્‍ટેટ બેન્‍ક ઓફ ઈન્‍ડિયાએ બેઝ રેટમાં 0.20 ટકાનો વધારો કરીને 10 ટકા અને બેઝિક પ્રાઈમ લેન્‍ડિંગ રેટ (બીપીએલઆર)માં પણ 0.20૦ ટકાનો વધારો કરીને 14.75 ટકા કર્યો છે.

એસબીઆઈ નવા ધિરાણદર 7 નવેમ્‍બર, 2013થી અમલી બનાવવાની છે. આ કારણે હોમ, ઓટો અને કન્ઝ્યુમર લોન સહિત તમામ પ્રકારની લોન થશે. રિઝર્વ બેન્‍ક ઓફ ઈન્‍ડિયા દ્વારા છેલ્લે રજૂ કરવામાં આવેલી ત્રિમાસિક નાણાકીય પોલીસિમાં રેપોરેટમાં વધારો કરવામાં આવ્‍યો હતો. આમ છતાં એમએસએફ દરમાં ઘટાડો કરવામાં આવ્‍યો હોવાથી બેન્‍કોને વધારે તકલીફ થશે નહી.

એસબીઆઈના ચેરપર્સન અરુંધતી ભટ્ટાચાર્યના જણાવ્‍યા પ્રમાણે ફંડના ખર્ચમાં વધારો થયો હોવાથી બેન્‍કે બેઝરેટમાં વધારો કરવો પડ્‍યો છે. જોકે બેન્‍કની ટૂંકા ગાળાના ધિરાણદરમાં વધારો કરવાની કોઈ યોજના નથી. અરુણધતિ ભટ્ટાચાર્યના મત પ્રમાણે મોટા બાગની બેન્‍કોના બેઝ રેટ એસબીઆઈ કરતા વધુ છે. એસબીઆઈનો ક્રેડિટ ગ્રોથ 17થી 18 ટકા થવાનો અંદાજ રાખવામાં આવ્‍યો છે.

આ અગાઉ એચડીએફસી બેંક દ્વારા પણ ધિરાણદરમાં વધારો કરવામાં આવ્યો હતો. આરબીઆઈ દ્વારા બેઝ રેટમાં 0.5 ટકાનો વધારો કરવામાં આવ્‍યો હોવા છતા બેન્‍ક દ્વારા બેઝરેટમાં 0.2 ટકાનો જ વધારો કરવામાં આવ્‍યો છે.

English summary
SBI increased debt interest up to 0.02 percent; consumer loans to get costlier
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X