For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBI ખાતાધારકો માટે ગુડ ન્યૂઝ, આ નવા ફીચરથી ATM ફ્રોડ પર રોક લાગશે

SBI ખાતાધારકો માટે ગુડ ન્યૂઝ, આ નવા ફીચરથી ATM ફ્રોડ પર રોક લાગશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ પોતાના ખાતાધારકો માટે નવું ફીચર લૉન્ચ કર્યું છે. પોતાના ખાતાધારકોને એટીએમ ફ્રોડથી બચાવવા માટે નવું ફીચર રજૂ કર્યું છે. એસબીઆઈએ ટ્વીટ કરી આ નવા ફીચરની જાણકારી શેર કરી છે. એસબીઆઈએ પોતાના ખાતાધરકોને સુરક્ષિત બેંકિંગ ટ્રાંજેક્શ અને જમાપૂંજીને સુરક્ષિત કરવા માચે આ નવું પગલું ભર્યું છે.

SBI એ નવું ફીચર રજૂ કર્યું

SBI એ નવું ફીચર રજૂ કર્યું

પોતાના ખાતાધારકો માટે એસબીઆઈએ નવું ફીચર રજૂ કર્યું છે. એસબીઆઈએ પોતાના ટ્વિટર હેંડલથી જણકારી શેર કરી છે, જેમાં પોતાના ખાતાધારકોને ફ્રોડથી બચાવવા માટે બેંકે મહત્વના પગલાં ભર્યાં હોવાનું જણાવ્યું. બેંકે નવા ફીચરમાં ખાતાધારકોને તેમના રજિસ્ટર્ડ ફોન નંબર પર SMS અલર્ટ મોકલવાની પહેલ શરૂ કરી છે. બેંકના નવા ફીચર મુજબ જ્યારે પણ બેંકને એટીએમસથી બેલેન્સ ઈન્કવાયરી કે મિની સ્ટેટમેન્ટ માટે રિક્વેસ્ટ મળશે, SBI એ એટીએમ કાર્ડ સંબંધિત પોતાના ગ્રાહકને મેસેજ મોકલી અલર્ટ કરશે.

એસએમએસ મોકલી ગ્રાહકોને અલર્ટ કરશે

એસએમએસ મોકલી ગ્રાહકોને અલર્ટ કરશે

નવા ફીચરમાં બેંક પોતાના ખાતાધારકોને એટીએમમાં મિની સ્ટેટમેન્ટ કે બેંક બેલેન્સની રિક્વેસ્ટ મવા પર પણ એસએમએસ મોકલી અલર્ટ કરશે. એસએમએસ મોકલીને કન્ફર્મ કરાશે કે ગ્રાહક દ્વારા જ ટ્રાન્જેક્શન કરવામાં આવી રહ્યું છે કે નહિ. એસએમએસ મતા જ ખાતાધારક અલર્ટ થઈ જશે, જો તેના દ્વારા ટ્રન્જેક્શન નથી થઈ રહ્યું તો તે બેંક દ્વારા મોકલેલા મેસેજ મતા જ પોતાના ડેબિટ કાર્ડને બ્લોક કરી શકે છે.

આવી રીતે તમારું ખાતું સુરક્ષિત રાખો

આવી રીતે તમારું ખાતું સુરક્ષિત રાખો

બેંક દ્વારા મોકલેલ એસએમએસ અલર્ટ મતા જ જો તમે ખુદ ટ્રાન્જેક્શન નથી કરી રહ્યા તો તમે તરત તમારા ડેબિટ કાર્ડને બ્લોક કરી પોતાની જમાપૂંજીને સુરક્ષિત રાખી શકે છે. બેંકે ખાતાધારકોને સલાહ આપી છે કે ખાતાધારક બેંક દ્વારા મોકલેલ મેસેજ અલર્ટને ઈગ્નોર ના કરે. કેટલીયવાર ફ્રોડ કરનારા હેકર્સ તમારા ખાતામાં બેલેન્સ જાણવા માટે સ્કૈમર્સ દ્વારા કોશિશ કરે છે. એસબીઆઈના એટીએમથી આવી કોશિશ જેવી થશે ગ્રાહકને મેસેજ મળી જશે.

English summary
SBI New Feature, customer will get sms alert right before fraud happens
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X