For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાણીમાં વિસ્ફોટ કરીને વૈજ્ઞાનિકોએ બનાવ્યું સોનું

વૈજ્ઞાનિકોએ પાણીમાંથી સોનું તૈયાર કર્યું છે. વૈજ્ઞાનિકોએ પાણીમાં બ્લાસ્ટ કરીને સોનું તૈયાર કર્યું છે. પ્રાગની ચેક એકેડેમી ઓફ સાયન્સ દ્વારા આ અનોખું પરાક્રમ કરવામાં આવ્યું છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : સોનુ કોને પસંદ ન હોય? રોકાણકારો માટે સલામત રોકાણકાર તરીકે સોનું પ્રથમ પસંદગી છે. અત્યાર સુધી તમે સાંભળ્યું અને જોયું હશે કે, ખાણ કે જમીનમાંથી સોનું નીકળે છે, પરંતુ આજે જેના વિશે રોચક વાત જણાવવા જઇ રહ્યા છીએ. વૈજ્ઞાનિકોએ પાણીમાંથી સોનું તૈયાર કર્યું છે. વૈજ્ઞાનિકોએ પાણીમાં બ્લાસ્ટ કરીને સોનું તૈયાર કર્યું છે. પ્રાગની ચેક એકેડેમી ઓફ સાયન્સ દ્વારા આ અનોખું પરાક્રમ કરવામાં આવ્યું છે.

gold by exploding in water

પાણીમાંથી બનાવ્યું સોનું

પ્રાગની ચેક એકેડેમી ઓફ સાયન્સના વૈજ્ઞાનિકોએ પાણીની મદદથી સોનું બનાવ્યું હતું. વૈજ્ઞાનિકોએ ભૌતિક રાસાયણિક પ્રતિક્રિયાની મદદથી પાણીની મદદથી સોનું તૈયાર કર્યું હતું. તેમણે પાણીને સોનેરી, ચળકતી ધાતુમાં ફેરવ્યું હતું. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, કઈ રીતે કોઈ વસ્તુ પર વધારાનું દબાણ લગાવીને તેને ધાતુમાં રૂપાંતરિત કરી શકાય છે.

gold by exploding in water

કેવી રીતે પાણીમાંથી બન્યું સોનું

SonaNature.comમાં પ્રકાશિત અહેવાલ મુજબ, વૈજ્ઞાનિકોએ અણુઓ અને પરમાણુઓ સાથે રાસાયણિક દબાણ લાગુ કરીને પાણીને ધાતુમાં રૂપાંતરિત કર્યું હતું. પાણીના અણુઓ અને પરમાણુઓ દબાણને કારણે ખૂબ નજીક આવે છે અને તેમના બાહ્ય ઇલેક્ટ્રોનને વહેંચે છે, જેના કારણે તેમાં વીજળી વહન કરે છે. આ માટે વૈજ્ઞાનિકોએ પાણી પર 1.5 કરોડ વાતાવરણીય દબાણ આપવાનું નક્કી કર્યું હતું. લેબમાં આટલું દબાણ બનાવવું સહેલું ન હતું. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકોએ બીજો રસ્તો શોધી કાઢ્યો છે. નવા અભ્યાસના સહ-લેખક પાવેલ જંગવર્થે જણાવ્યું હતું કે, તેમ ઇલેક્ટ્રોન વહેંચણી માટે alkali metalનો ઉપયોગ કર્યો હતો.

gold by exploding in water

પ્રયોગ દરમિયાન આવેલા પડકારો

વૈજ્ઞાનિકોએ સમક્ષ મુખ્ય પડકાર એ હતો કે, આલ્કલી મેટર પાણીના સંપર્કમાં આવતા જ વિસ્ફોટક બની જશે, જેને રોકવું મુશ્કેલ હતું. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકોએ બીજો રસ્તો શોધી કાઢ્યો કાઢયો, જેથી પ્રતિક્રિયા ધીમી પડી શકે અને વિસ્ફોટ પણ રોકી શકાય. તે માટે વૈજ્ઞાનિકોએ સિરિંજને પોટેશિયમ અને સોડિયમથી ભરી અને બાદમાં તેને સામાન્ય તાપમાને વેક્યુમ ચેમ્બરમાં મૂકી હતી. જે બાદ તેના ટીપાં સિરિંજની મદદથી દૂર કરવામાં આવ્યા હતા. આ ટીપા પર થોડી માત્રામાં વરાળ છોડવામાં આવી હતી, જેના પર પાણી થોડી સેકંડ્સ માટે સંગ્રહિત થતું હતું. આ મિશ્રણોના ટીપાંમાંથી ઇલેક્ટ્રોન પાણીમાં ગયા અને થોડી સેકંડ્સ માટે પાણી સોનેરી થઈ ગયું હતું. જે સોના જેવું લાગતું હતું.

English summary
Gold is also the first choice for investors as a safe investor. Till now you must have heard and seen that gold comes out of mine or land, but today about which we are going to tell you, there scientists have prepared gold from water.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X