For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : સેબીએ માર્કેટ મજબૂત બનાવવા નિયમોમાં કેવી ઢીલ આપી?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 જૂન : શેર બજારમાં નાના રોકાણકારોની હિસ્સેદારી વધે તે માટે સેબીએ આજે અનેક મહત્વના નિર્ણયો લીધા છે. આ માટે આજે સેબીના બોર્ડની બેઠક યોજાઇ હતી. બેઠકમાં 'ઓફર ફોર સેલ' (OFS-ઓએફએસ)માં છૂટક રોકાણકારો માટે 10 ટકા હિસ્સો રિઝર્વ રાખવામાં આવ્યો છે.

આ ઉપરાંત સરકારી કંપનીઓમાં પણ રોકાણ ખેંચી લાવવાનો પાયો બનાવવા માટે નિર્ણયો લેવામાં આવ્યો છે. જે સરકારી કંપનીઓમાં સરકારની હિસ્સેદારી 75 ટકાથી વધારે હોય તેમાં આવનારા 3 વર્ષોમાં વિનિવેશ કરવામાં આવશે.

- નોન પ્રમોટર્સ OFSમાં પોતાની હિસ્સેદારી વેચી શકશે.

- નોન પ્રમોટર OFSમાં 10 ટકાથી વધારે હિસ્સો થતા OFS મારફતે શેર વેચી શકશે.

- OFSમાં શેર વેચનારા છૂટક રોકાણકારોને છૂટ આપી શકે છે.

- પાછલા એક વર્ષમાં મંજૂર કરવામાં આવેલા બોનસ શેર પણ OFS મારફતે વેચી શકાશે.

- ટોપ 100ને બદલે હવે ટોપ 200 કંપનીઓ OFS મારફતે શેર વેચી શકશે.

- કોઇ પણ આઇપીઓમાં ઓછામાં ઓછા 25 ટકા અથવા 400 કરોડ રૂપિયાના શેર વેચવા પડશે.

- એંકર ઇન્વેસ્ટરની મર્યાદા 30 ટકાથી વધારેની 60 ટકા કરવામાં આવી છે.

- ઇસોપ નિયમોમાં સુધારો કરાશે. ઇસોપ ટ્રસ્ટની નવી કેટેગરી બનાવાશે.

- ઇસોપ ટ્રસ્ટમાં પબ્લિક, પ્રમોટર અને રિટેલની કેટેગરી ખતમ કરી દેવામાં આવી છે.

- સેબીએ રિસર્ચ એનાલિસ્ટ માટે નવા નિયમોને મંજૂરી આપી દીધી છે. તમામ રિસર્ચ એનાલિસ્ટ સેબીમાં રજીસ્ટર્ડ હશે.

- સેબીનો કેવાઇસી ડેટા બાકી તમામ રેગ્યુલેટર્સવે મળી શકશે.

bombay-stock-market-sebi
English summary
SEBI made changes in norms, will strengthen the stock market
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X