For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેબીએ મ્યુચ્યુઅલ ફંડમાં બોનસ ઓપ્શન્સવાળી સ્કીમ્સ બંધ કરી

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 16 ડિસેમ્બર : સેબીએ (સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા - SEBI) 'બોનસ સ્‍ટ્રિપીંગ'થી ટેકસ ઘટાડવાનો વિકલ્‍પ બંધ કરી દીધો છે. મુડીબજારના નિયમનકર્તાએ સ્‍પષ્‍ટપણે જણાવ્‍યું છે કે કે તે વિવિધ ફંડ હાઉસ દ્વારા બોનસ ઓપ્‍શન સાથે લોન્‍ચ કરાતા આર્બિટ્રેજ ફંડસની નવી સ્‍કીમ્‍સની તરફેણમાં નથી.

સેબીએ કેટલાક એસેટ મેનેજર્સને જણાવ્‍યું છે કે તેમણે નવી સ્‍ક્રીમ માટે અરજી કરી હશે તો તેને મંજુરી નહીં મળે. ઉલ્લેખનીય છે કે સ્‍માર્ટ રોકાણકારો બોનસ સ્‍ટ્રિપિંગના વિકલ્‍પનો ઉપયોગ કરીને ટેક્સ બચાવતા હતા.

26-bombay-stock-market-sebi

તાજેતરમાં મ્‍યુચ્‍યુઅલ ફંડસના આર્બિટ્રેજ એડવાન્‍ટેજ ફંડના વાર્ષિક બોનસ ઓપ્‍શનને સારી સફળતા મળી હતી. તેને પગલે અન્‍ય ઘણાં મ્‍યુચ્‍યુઅલ ફંડસ પણ બોનસ ઓપ્‍શન દાખલ કરવાનું વિચારતાં હતા. સેબીએ આ ફંડ હાઉસિસને આ પ્રકારની સ્‍કીમ્‍સ કાયદેસર નહીં હોવાનુ જણાવ્‍યું હતું.

આ અંગે સૂત્રોના જણાવ્‍યા અનુસાર નવું મ્‍યુચ્‍યુઅલ ફડ લોન્‍ચ કરવાનો હેતું રોકાણ માટે હોવો જોઇએ, ટેકસ પ્‍લાનિંગ માટે નહીં ટેકસ બચાવવા ઇકિવટી લિંકડ સેવિગ્‍સ સ્‍કીમ (ઇએલએસએસ) જેવા અન્‍ય વિકલ્‍પ છે. કોઇ પણ વ્‍યકિત અગાઉથી બોનસની ખાતરી આપી શકે નહીં. કારણ કે તેનો આધાર ફંડની કામગીરી પર રહેલો છે અને ફંડને નુકસાન પણ થઇ શકે.

લોકો ટેક્સની ચુકવણી ટાળવાના હેતુથી આ વિકલ્‍પનો દુરૂપયોગ કરે છે. જેમાં મુખ્‍યત્‍વે મોટા રોકાણકારોનો સમાવેશ થાય છે. રોકાણકાર તેણે ખરીદેલા મુળ યુનિટસ નુકસાનમાં વેચી દે છે. અને બોનસ યુનિટ જાળવી રાખે છે. તેનું વેચાણ થોડા સમય પછી લોંગ ટર્મ કેપિટલ ગેઇન્‍સનો લાભ મળે એરીતે કરવામાં આવે છે.

સ્‍કીમની નેટ એસેટ્‍સ સમાન હોવાથી રોકાણકારના યુનિટમાં વધારો થાય છે અને નેટ એસેટ વેલ્‍યુ (એનએવી) એટલા પ્રમાણમાં ઘટે છે ત્‍યાર પછી રોકાણકારો મુળ યુનિટ વેચે છે અને તેનું નુકસાન અન્‍ય એસેટસના વેચાણમાંથી મળેલા કેપિટલ ગેઇન્‍સ સામે સેટ ઓફ કરે છે ભેગા થયેલા બોનસ પોઇન્‍ટસ એક વર્ષ પછી ટેકસ ફ્રી ગણાય છે. કારણ કે આબ્રિટ્રેજ ફંડસની ટેકસ ટ્રીટમેન્‍ટ ઇકિવટી ફંડસ જેવી જ હોય છે.

વધુમાં સેબીના નિયમ પ્રમાણે બોનસ યુનિટ પર એકિઝટ લોડ લાગતો નથી. એક અગ્રણી મ્‍યુચ્‍યુઅલ ફંડના સીઇઓએ જણાવ્‍યું હતુ કે 'સેબીએ અમને બિનઔપચારિક રીતે બોનસ સ્‍ટ્રિપીંગ સ્‍કીમ્‍સ લોન નહી કરવા જણાવ્‍યું છે. કારણ કે આ બાબત કાયદાની હાર્દની વિરૂધ્‍ધમાં છે'

English summary
SEBI closed Mutual fund schemes with bonus option.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X