For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેબીએ અલ્ગોરિધમિક ટ્રેડિંગ નિયમો કડક બનાવ્યા

|
Google Oneindia Gujarati News

algo-trading
મુંબઇ, 22 મે : સિકયુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ અલ્ગોરિધમિક વેપાર નિયમોને વધારે કડક બનાવ્યા છે. માર્કેટ નિયામકે આ પદ્ધતિનો ઉપયોગ કરનારાઓને પ્રત્યેક 6 મહિને પોતાની સસ્ટમનું ઓડિટ કરાવવું ફરજિયાત કરી દીધું છે. આ નિયમોનું પાલન નહીં કરનારા શેર બ્રોકરોને વધારે દંડ ચૂકવવો પડશે.

શેરબજારના કારોબારમાં 'એલ્ગો ટ્રેડિંગ' એટલે એવું ટ્રેડિંગ જે આધુનિક ગણિતીય રીતોનો ઉપયોગ કરીને અત્યાંત ઝડપી ગતિથી સામે આવે છે અને આપોઆપ સોદા થાય છે. આ પદ્ધતિનો ઉપયોગ મુખ્યત્વે મોટા સંસ્થાગત રોકાણકારો દ્વારા કરવામાં આવે છે. આ પદ્ધતિ એટલા માટે ચિંતાજનક છે કારણ કે એલ્ગોથી નાના રોકાણકારો અને બજાર બંનેને સંભવિત પ્રણાલીગત જોખમ થવાનો ભય રહે છે.

સેબીએ સૌથી પહેલા એલ્ગો કારોબાર પર દિશાનિર્દેશ માર્ચ, 2012માં આપ્યા હતા. મંગળવારે જાહેર કરવામાં આવેલા સરક્યુલરમાં બજાર નિયામકે જણાવ્યું છે કે તેણે એલ્ગો દિશાનિર્દેશોની સમીક્ષાનો નિર્ણય લીધો છે. આ અંગે તકનીકી સલાહકાર સમિતિએ સૂચનો આપ્યા હતા. નવા નિયમો 27 મેથી અમલી બનવાના છે.

સુધારવામાં આવેલા દિશાનિર્દેશો અનુસાર એલ્ગો સુવિધા પૂરી પાડનારા બ્રોકરોને અનિવાર્ય રીતે પ્રત્યેક છ મહિનામાં પોતાના સિસ્ટમનું ઓડિટ કરાવવું પડશે. તેને સેબી અને શેરબજાર દ્વારા નક્કી કરવામાં આવેલી જરૂરિયાતોનું પાલન પણ કરવું પડશે. આ પ્રકારનું ઓડિટ યોગ્ય પ્રામાણિત સિસ્ટમ ઑડિટર પાસે કરાવવાનું રહેશે.

English summary
SEBI tightens algorithmic trading norms.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X