સામાન્ય તેજી સાથે બંધ થયું શેર બજાર

બોમ્બે સ્ટોક એક્સચેન્જ(બીએસઇ)ના 30 શેરો પર આધારિત સંવેદી સૂચકાંક સેન્સેક્સ 30.66 અંકોની તેજી સાથે 18,656.00 પર ખુલ્યો અને 10.48 અંકો એટલે કે 0.06 ટકાની તેજી સાથે 18.635.82 પર બંધ થયો. દિવસ દરમિયાન સેન્સેક્સ 18,743.41 સુધી ઉપર અને 18,572.02 સુધી નીચલા સ્તરે પહોચ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઇ)ના 50 શેરો પરઆધારિત સંવેદી સૂચકાંક નિફ્ટી 0.90 અંકોની તેજી સાથે 5,665.20 પર ખુલ્યો અને 1.30 અંકો એટલે કે 0.02 ટકાની તેજી સાથે 5.665.60 પર બંધ થયો. દિવસ દરમિયાન નિફ્ટી 5,698.30 સુધી ઉપર અને 5,645.10 સુધી નીચલા સ્તરે પહોંચ્યો હતો.
બીએસઇના મિડકેમ્પ અને સ્મોલકેમ્પ સૂચકાંકો ડાઉન ગયા હતા. મિડકેમ્પ સૂચકાંક 28.38 અંકો ડાઉન સાથે 6,574.77 પર અને સ્મોલકેમ્પ સૂચકાંક 42.62 અંકો ડાઉન સાથે 7,043.62 પર બંધ થયો.












Click it and Unblock the Notifications
