સેંસેક્સમાં 400 અંકનો કડાકો, મેટલ અને ઑટો સેક્ટરની ચમક ઘટી
મુંબઈઃ જ્યાં ગુરુવારે બજાર તેજી સાથે ખુલ્યું હતું ત્યાં જ શુક્રવારે માર્કેટમાં તેજ ગિરાવટ જોવા મળી છે. શુક્રવારે બપોરે 12 વાગ્યે બોમ્બે સ્ટૉક એક્સચેન્જ સૂચકાંક સેસેક્સ 417 અંકોના કડાકા સાથે 40713 પર ખુલ્યું. જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જ સંવેદી સૂચકાંક નિફ્ટી 121 અંકોના કડાકા સાથે 12030 પર ખુલ્યો.
આ દરમિયાન હિન્ડાલ્કો ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 3.3 ટકા, ટાટા સ્ટીલમાં 2.2 ટકા, વેદાંતામાં 1.9 ટકા અને મારુતિ સુઝુકીમાં 1.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં પણ 1.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત હિન્દુસ્તાન યૂનિલીવર, બ્રિટાનિયા, એશિયન પેંટ્સ, સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા અને ડૉ. રેડ્ડીના શેરોમાં પણ ચુસ્તી જોવા મળી છે.
જો કે ભારતી ઈન્ફ્રાટેલના શેરમાં 5.9 ટકાનો વધારો જોવા મળ્યો છે. ભારતી એરટેલના શેરોમાં પણ 1.3 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત અદાણી પોર્ટ્સ, એનટીપીસી અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન પણ ગ્રીનમાં દેખાઈ રહ્યાં છે.
આ દરમિયાન એશિયાઈ બજારમાં સુસ્તી જોવા મળી છે કેમ કે રોકાણકારોમાં ડર છે કે અમેરિકાનો નવો નિયમ તકલીફમાં મુકી શકે છે. જે હોંગકોંગના પ્રદર્શનકારીઓનું સમર્થન કરી રહ્યા છે, જેનાથી અમેરિકા-ચીન વ્યાપાર યુદ્ધ સમાપ્ત કરવા માટે થઈ રહેલ પ્રયાસોને નુકસાન પહોંચાડી શકે તેવી સંભાવના છે.
ICICI બેન્કઃ ઓછા EMI પર કાર ખરીદવાની તક