પ્રોફિટ બૂકિંગથી સેન્સેક્સમાં નરમાઇ

આજે સેન્સેક્સનો 30 શેર્સનો બેરોમીટર ગઇકાલના 215 પોઇન્ટના વધારા બાદ આજે 0.33 ટકા એટલે કે 62.38 પોઇન્ટ ઘટીને 18,729.55 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. આ સેશનમાં ખાસ કરીને ઓઇલ, ગેસ, કેપિટલ ગૂડ્સ, બેંકિંગ, ઑટો અને મેટલ સેક્ટરના શેર્સમાં પ્રોફિટ બૂકિંગને કારણે નકારાત્મક વલણ જોવા મળ્યું હતું.
બીજી તરફ એનએસઇના બેંચમાર્ક નિફ્ટીમાં પણ 0.34 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આજે સવારે નિફ્ટી 19.45 પોઇન્ટ ઘટીને 5,699.25 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. બ્રોકર્સનું માનવું છે કે એશિયાના માર્કેટમાં નરમાઇ અને માર્કેટમાં પ્રોફિટ બૂકિંગના કારણે નકારાત્મક વલણ જોવા મળ્યું છે.












Click it and Unblock the Notifications
