સેન્સેક્સ, નિફ્ટી રેકોર્ડ સપાટીએ, ક્રુડ ઓઇલમાં કડાકો
મુંબઇ, 28 નવેમ્બર : શેરબજારમાં તેજીનું વાવાઝોડુ ફુંકાવાનું આજે પણ ચાલુ રહ્યું હતું. ક્રુડના ભાવમાં કડાકો બોલ્યો હતો. બ્રેન્ટ ક્રુડ ઓઇલ 4 વર્ષની નીચી સપાટીએ પહોંચતા આજે સેન્સેકસ અને નિફટીમાં આગ ઝરતી તેજી જોવા મળી હતી.

સેન્સેકસ અને નિફટી બંને આજે નવી રેકર્ડ બ્રેક ઉંચાઇએ પહોંચી ગયા હતા મુંબઇ સ્ટોક એક્ષચેંજ (બીએસઇ)ની માર્કેટ કેપ રૂપિયા 100 ટ્રીલીયન એટલેકે અંદાજે 100 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઇ છે. જે છેલ્લા 10 વર્ષમાં 10 ગણો વધારો દર્શાવે છે. એટલે કે રોકાણકારોની સંપતિ 10 વર્ષમાં 10 ગણી વધી ગઇ છે. શેરબજારમાં આવેલી તેજીથી રોકાણકારો માલામાલ બની ગયા છે.
શેરબજારની તમામ લીસ્ટેડ કંપનીઓનું બજાર મુલ્ય આજે સવારે ઝડપથી વધીને 100.1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયુ હતુ. અને તેથી જ બીએસઇ સેન્સેકસમાં 300 વધુ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. વર્ષ 2003માં બીએસઇમાં લીસ્ટેડ કંપનીઓનું બજાર મુલ્ય 10 લાખ કરોડ રૂપિયા હતુ. પાંચ વર્ષ પહેલા તે 50 લાખ કરોડ રૂપિયા હતુ.












Click it and Unblock the Notifications
