શેર બજારમાં તેજી, સેન્સેક્સ 223 અંકના વધારા સાથે ખુલ્યો, રૂપિયો 11 પૈસાથી મજબૂત
શેર બજારમાં તેજી, સેન્સેક્સ 223 અંકના વધારા સાથે ખુલ્યો
મુંબઈઃ વેપારની શરૂઆતમાં સોમવારે સેન્સેક્સમાં તેજી જોવા મળી છે અને 200 અંકના ઉછાળા સાથે 36000ના આંકડા પાર ખુલ્યો. જ્યારે લાર્જ કેપ શેર્સની સાથે આજે મિડ અને સ્મૉલકેપ શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે. નિફ્ટીએ પણ 55.40 રૂપિયાના વધારા સાથે 10,860.85 પર વ્યવહાર કરી રહ્યો છે. સોમવારે વ્યાપાર દરમિયાન મેટલ અને ફાર્મા શેર્સમાં પણ સારીએવી તેજી જોવા મળી રહી છે.

સેન્સેક્સ 223.45 અંકના વધારા સાથે 36,186.38ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. પાછલા દિવસોમાં શેર બજારમાં મંદી જોવા મળી હતી અને ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ ઘોષિત થયા દરમિયાન સેન્સેક્સ 800 અંકો સુધી ગગડ્યો હતો. શુક્રવારે સેંસેક્સ 35 અંકના વધારા સાથે 35,963 પર અને નિફ્ટી 14ની તેજી સાથે 10,805 પર બંધ થયો હતો.
બુધવારે અને ગુરુવારે પણ સેંસેક્સમાં ઉછાળ જોવા મળ્યો હતો. જ્યારે રિઝર્વ બેંકના નવા ગવર્નરની નિયુક્તિ બાદ રૂપિયો નબળો થયો હતો અને શુક્રવારે વ્યાપાર દરમિયાન ડૉલરની સરખામણીએ રૂપિયો 71.90 પર બંધ થયો હતો. જ્યારે સોમવારે રૂપિયો ડૉલરની સરખામણીએ 11 પૈસા મજબૂત થઈ 71.79 રૂપિયા પર ખુલ્યો છે.
આ પણ વાંચો- 1984ના સિખ વરોધી રમખાણોમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમારને ઉંમર કેદ












Click it and Unblock the Notifications
