સેન્સેક્સ, નિફ્ટી નવી વિક્રમી ટોચે, US GDPને પગલે વિશ્વના બજારોમાં તેજી

મુંબઇ, 31 ઓક્ટોબર : આજે ભારતના શેરબજારોમાં સતત બીજા દિવસે તેજીના આખલાએ તરખાટ મચાવ્યો હતો. અમેરિકાનો જીડીપી ધારણા કરતા વધારે સારો આવતા તેની વૈશ્વિક અસરને પગલે માર્કેટમાં તેજી જોવા મળી હતી.

આજે બીએસઇ સેન્સેક્સ 513 પોઇન્ટ વધીને 27,865 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 153 પોઇન્ટનો ભારે વધારો નોંધાયો હતો. નિફ્ટીમાં એફઆઇઆઇ દ્વારા અગ્રણી સ્ટોક્સની ખરીદી કરવામાં આવી હોવાથી માર્કેટમાં તેજીની રફ્તાર જોવા મળી હતી.

stock-market-bull-2

નિફ્ટીમાં સૌથી વધારે તેજી ગેઇલના શેર્સમાં જોવા મળી હતી. એમેરિકાના જીડીપીના આંકડા આવ્યા બાદ તેમાં 4 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ ઉપરાંત આઇડીએફસી, એચડીએફસી, મારૂતી સુઝુકી અને ટાટા સ્ટીલના શેર્સમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો હતો.

જો કે આજે માર્કેટમાં એવા કેટલાક શેર્સ પણ હતા જેમાં તેજી હોવા છતાં મંદીની માર જોવા મળી હતી. આવા શેર્સમાં ભારતી એરટેલનો સમાવેશ થાય છે. જેના નબળાં પરિણામોને કારણે તેના શેર્સના ભાવ તૂટ્યા હતા. આ ઉપરાંત ITCના પરિણામો પણ નબળાં આવતા તેના ભાવ તૂટ્યા હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પરિણામો પણ નિરાશાજનક આવતા તેના શેર્સમાં વધારો જોવા મળ્યો ન હતો.

જાહેર ક્ષેત્રની બેંકોમાં સટોડિયાઓની ખરીદી જોવા મળી હતી. જેના કારણે આ શેર્સના ભાવમાં તેજી જોવા મળી હતી. ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને બેંક ઓફ ઇન્ડિયાના શેર્સ ભાવ વધારામાં સૌથી આગળ રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X