શેર બજારમાં રોનક, સેન્સેક્સમાં 245 અંકનો વધારો, રૂપિયામાં સામાન્ય સુધારો
મંગળવારે શેર બજારમાં પ્રારંભિક કારોબાર દરમિયાન તેજી જોવા મળી છે અને સેન્સેક્સ 245.22 ના વધારા સાથે ખુલ્યો છે.
મંગળવારે શેર બજારમાં પ્રારંભિક કારોબાર દરમિયાન તેજી જોવા મળી છે અને સેન્સેક્સ 245.22 ના વધારા સાથે ખુલ્યો છે. સેન્સેક્સ મંગળવારે 35,110.32 પર કારોબાર કરી રહ્યો છે. આ પહેલા સોમવારે પણ શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.

સોમવારે શેર બજાર સતત વધારા સાથે બંધ થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જના સંવેદી સૂચકાંક સેન્સેક્સ 131.52 વધીને 34,865 પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી 40 અંકના વધારા સાથે 10,512.50 પર બંધ થયો હતો.
બીજી તરફ રૂપિયામાં સોમવારે 27 પૈસાનો ઘટાડો થયો હતો અને ડૉલરના મુકાબલે તે 27 પૈસા નબળો થઈને 73.83 પર બંધ થયો હતો જ્યારે મંગળવારે ડૉલરના મુકાબલે રૂપિયાએ સામાન્ય વધારા સાથે 73.80 ના સ્તર પર કારોબાર શરૂ કર્યો છે. ડૉલરમાં નબળાઈનો ફાયદો પણ રૂપિયાનો મળતો જોવા મળી રહ્યો છે.












Click it and Unblock the Notifications
