For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBIની રેપોરેટ ઘટાડાની જાહેરાતથી સેન્સેક્સ 729 અંક વધીને બંધ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 15 જાન્યુઆરી : આજે સવારે સરપ્રાઇસ આપતા એક નિર્ણયમાં RBIએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યા બાદ મુંબઈ શેરબજારમાં તેજીનો કરન્ટ દોડી ગયો હતો. જેના કારણે સેન્સેક્સમાં 729 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.

બેંકિંગ શેર્સમાં આવેલી જોરદાર રેલીને પગલે આજે ઈન્ટ્રા ડેમાં સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો. બેંકિંગ સેક્ટરના શેર્સની સાથે આજે રિયલ્ટી, કેપિટલ ગૂડ્ઝ, પાવર, ઓઈલ એન્ડ ગેસ, ઓટો સહિતના શેરોમાં ગુરુવારે ધૂમ લેવાલી જોવા મળી હતી.

દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 28194.61 અને નીચામાં 27703.70 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 728.73 પોઈન્ટ વધીને 28,075.55 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

market-bull-1

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 8,527.10 અને 8,380.55 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 216.60 પોઈન્ટ વધીને 8,494.15 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

મિડકેપ અને સ્મોલકેપ શેરો અનુક્રમે 1.21 ટકા અને 1.01 ટકા વધીને બંધ રહ્યા હતા. આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઇસિસમાં BSE રિયલ્ટી ઈન્ડેક્સ 7.99 ટકા, BSE બેન્કેક્સ 3.29 ટકા, BSE કેપિટલ ગૂડ્ઝ ઈન્ડેક્સ 2.40 ટકા, BSE પાવર ઈન્ડેક્સ 2.10 ટકા, BSE ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 2.01 ટકા વધીને બંધ રહ્યા હતા.

નોંધનીય છે કે છેલ્લા આઠ મહિનામાં આજે એક દિવસનો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો. મે 2013 બાદ પ્રથમ વખત રેપોરેટમાં કાપ મુકાયો છે. જ્‍યારે 2015માં પ્રથમ વખત કાપ મુકાયો છે. જેના આધારે બેંકેક્‍સમાં સૌથી વધુ 3.2 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

English summary
Sensex Surges 729 Points as RBI Cuts Interest Rate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X