ફંડની લેવાલીને કારણે સેન્સેક્સ વધીને ખૂલ્યો

સેન્સેક્સના ટોપ 30 શેર્સ 0.27 ટકાનો વધારો એટલે કે 51.16 પોઇન્ટ વધીને 18,875.07ની સપાટી પર ટ્રેડ થઇ રહ્યા હતા. આ સાથે પીએસયુ, હેલ્થકેર, આઇટી અને પાવર સેક્ટરની કંપનીઓના શેર્સમાં તેજી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે પાછલા બે સેશનમાં સેન્સેક્સ 245 પોઇન્ટ જેટલો વધ્યો હતો.
આજે સવારે એનએસઇનો નિફ્ટિ પણ 0.31 ટકા એટલે કે 17.70 પોઇન્ટના વધારા સાથે 5,736.50ની સપાટી પર ટ્રેડ થઇ રહ્યો હતો. માર્કેટમાં જોવા મળી રહેલી તેજી ફંડમાં સતત ખરીદી અને છૂટક રોકાણકારો દ્વારા સરકાર સુધારાના વધુ પગલાં જાહેર કરશે તેવા આશાવાદને કારણે જોવા મળી રહી છે. એશિયાના અન્ય માર્કેટમાં જોવા મળી રહેલી લેવાલીને પગલે પણ માર્કેટ વધ્યું છે.












Click it and Unblock the Notifications
